Advertisement

બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતીની કારોબારી બેઠક યોજાઇ, થરાદની પેટાચૂંટણી મુદ્દે ચર્ચા કરવામાં આવી

04:40 PM Jul 31, 2019 | GSTV Web News Desk |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

બનાસકાંઠાની થરાદ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈ રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. થરાદ ખાતે જીલ્લા કોંગ્રેસની કારોબારીની બેઠક યોજાઇ હતી. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા કારોબારીમાં હાજર રહ્યા હતા. જિલ્લાના ધારાસભ્યો અને નેતાઓ પણ કારોબારી બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક ઉપરાંત કોંગ્રેસ પ્રમુખે વાવના વરસાદથી અસરગ્રસ્ત માડકા સહિતના અન્ય ગામોની મુલાકાત પણ લીધી હતી. નોંધનીય છે કે થરાદની બેઠકના સિટીંગ ધારાસભ્ય પરબત પટેલ લોકસભામાં ચૂંટાયા હોવાથી ખાલી પડી છે. બીજી તરફ થરાદ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં શંકર ચૌધરી પ્રબળ દાવેદાર છે. જો પાર્ટી તેમને ટિકીટ આપશે. તો તેઓ કેબિનેટમાં આવી શકે છે.

અત્રે ઉલ્લેખનિય છે કે બનાસકાંઠામાં ચૌધરી અને ઠાકોર સમાજનું પ્રભુત્વ છે. જો કે અલપેશ ઠાકોર ભાજપમાં આવી ગયા હોવાથી કોંગ્રેસને નુકસાન થાય તેવી વકી છે. બીજી તરફ વાવનાં કદાવર મહિલા નેતા અને ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ આ વિસ્તારમાં ખાસ્સી પકડ ધરાવે છે. જો કે થરાદનાં ધારાસભ્ય પરબત પટેલ લોકસભામાં સાંસદ તરીકે ચૂંટાતા તેમની ખાલી પડેલી વિધાનસભા બેઠક પર ટૂંક સમયમાં પેટાચૂંટણી યોજાશે.

READ ALSO

The post બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતીની કારોબારી બેઠક યોજાઇ, થરાદની પેટાચૂંટણી મુદ્દે ચર્ચા કરવામાં આવી appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next