Advertisement

કોરોના રસીકરણ વચ્ચે આ રોગને અટકાવવા બનાસકાંઠા તૈયાર, શરૂ કર્યું મહાઅભિયાન

10:40 PM Jul 17, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

બનાસકાંઠામાં ડિપ્થેરિયા રોગને અટકાવવા વિશેષ રસીકરણ ઝુંબેશ હાથ ધરાઇ છે. જિલ્લામાં એકપણ બાળકનું ડિપ્થેરિયાને કારણે મોત ન થાય તેને લઈ તંત્ર સજ્જ બન્યું છે. જીરોથી બે વર્ષના અને ધોરણ ૧ થી ધોરણ ૧૦ના ૫ લાખ જેટલા બાળકોને ડિપ્થેરિયાની રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે.

એક દિવસમાં એક કેન્દ્ર પર ૯૦ થી ૯૫ બાળકો રસી લેવા આવે છે. બનાસકાંઠા જિલ્લામાં ૨૦૧૯મા ડિપ્થેરિયાના ૩૭૭ કેસો સામે આવ્યાં હતાં. જો કે તેમાંથી ૧૭ જેટલા બાળકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. વર્ષ ૨૦૨૦મા પણ ૭૧ કેસ સામે આવ્યા હતા. તેમાંથી પણ ૧૦ બાળકોના મોત થયા હતા.

જોકે ચાલુ વર્ષે પણ ડિપ્થેરિયાના ૨૪ કેસ નોંધાયા હતા. જેમાંથી ૩ બાળકોના મોત નિપજયા હતા. બાળકોમાં રસીકરણ કરવા આરોગ્ય અને શિક્ષણ વિભાગના ૧૬ હજાર જેટલા કર્મચારીઓની ટીમો બનાવાઈ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post કોરોના રસીકરણ વચ્ચે આ રોગને અટકાવવા બનાસકાંઠા તૈયાર, શરૂ કર્યું મહાઅભિયાન appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next