Advertisement

વાયરલ તસવીરો પર બનાસકાંઠા સાંસદની સ્પષ્ટતા, ‘મને રાજકીય રીતે બદનામ કરવાનો પ્રયાસ’

04:49 PM Aug 07, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

બનાસકાંઠાના સાંસદ પરબત પટેલના યુવતી સાથેના સોશિયલ મીડિયામાં યુવતી સાથે વાયરલ તસવીરો પર તેઓએ સ્પષ્ટતા આપી છે. અને કહ્યુ છે કે તે તસવીર કે વીડિયો તેમનો નથી. 2016થી તેમને બ્લેકમેલ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયામાં વાયરલ તસવીરમાં રહેલી યુવતીને ઓળખતો પણ નથી. પરબત પટેલે પોતે નખશીખ પ્રામાણિક હોવાનો દાવો કર્યો અને કહ્યુ કે રાજકીય રીતે બદનામ કરવાનો કાવતરુ છે. અને જરૂર પડયે ફરિયાદ પર કરીશ.

થરાદના ભાચર ગામના શખ્સે સોશિયલ મીડિયામાં મુકેલી પોસ્ટથી રાજકારણ ગરમાયું હતું. મઘાભાઈ પટેલ નામના શખ્સે રાજકીય પાર્ટીના નેતા પાલનપુર સર્કિટ હાઉસમાં કાળાકામ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે તેમજ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ચીમકી પણ આપી છે. જો કે, વાયરલ થયેલી પોસ્ટમાં કોણ છે તે અંગે કોઈ પણ પ્રકારનો ખુલાસો કરવામાં આવ્યો નથી.

નેતાજીનો આ વીડિયો 15 ઓગસ્ટે વાયરલ કરવાની ચિમકી

મઘાભાઈ પટેલ નામના શખ્સે લખ્યું છે કે, નેતાજીનો આ વીડિયો 4.6 મીનિટનો છે તેમાંથી 1 મીનિટનો કટિંગ વીડિયો 15 ઓગસ્ટના દિવસે 12:39 કલાકે વીડિયો સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કરવામાં આવશે. નેતાજી પાલનપુરની સર્કિટ હાઉસમાં રંગરેલીયા રમતા ઝડપાયા. ધન્યવાદ નેતાજી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Advertisement

The post વાયરલ તસવીરો પર બનાસકાંઠા સાંસદની સ્પષ્ટતા, ‘મને રાજકીય રીતે બદનામ કરવાનો પ્રયાસ’ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next