Advertisement

બનાસ ડેરીની સામાન્ય સભામાં મોટી જાહેરાત, નવી સોલાર સંસ્થા બનાવવા સાથે પશુપાલકોને કરાશે આ ફાયદો

03:07 PM Jul 21, 2021 | Dhruv Brahmbhatt
Advertisement

GSTV

આજે એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની 53મી સામાન્ય સભામાં ડેરી અને પશુપાલકોને લઈને મોટી જાહેરાત કરાઇ છે. ડેરીને દર વર્ષે 100 કરોડની વીજળીની જરૂર પડે છે. ત્યારે બનાસ ડેરીએ સોલારની નવી સંસ્થા બનાવવાનું આયોજન કર્યું છે. આ સાથે જ પશુપાલકોને કિલો દૂધ ફેટના 818 રૂપિયા ભાવ આપવાનું પણ નક્કી કર્યું છે. આ સાથે સાડા પાંચ લાખ પશુપાલકોને એક લાખનો અકસ્માત વિમો પણ બનાસ ડેરી ચૂકવશે તેમ નક્કી કર્યું છે.

કોરોના કાળમાં એક પણ દિવસ પશુપાલકોનું દૂધ લેવાનું બંધ નથી કર્યું

ડેરીના ચેરમને શંકર ચૌધરીએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું કે, ‘રોજના 27 કરોડ 76 લાખ રૂપિયા બનાસકાઠાના પશુપાલકોને ચૂકવવામાં આવે છે. બનાસ ડેરીની મૂડીમાં બે હજાર 941 કરોડનો વધારો થયો છે. આપણે જિલ્લામાં ઓક્સિજનની કમી ન સર્જાય તે માટે ઓક્સિજનનો પ્લાન્ટ પણ ઊભો કર્યો છે. કોરોના કાળમાં પણ બનાસ ડેરી સંચાલિત બનાસ મેડિકલ કોલેજે મહત્વનું કામ કર્યું છે. બનાસ ડેરીએ કોરોના કાળમાં એક પણ દિવસ પશુપાલકોનું દૂધ લેવાનું બંધ નથી કર્યું. બનાસ ડેરીમાં પહેલાં 373 કરોડનું ટર્ન ઓવર હતું જે હવે 20 વર્ષ બાદ 12,983 કરોડ થયું છે.’

5.50 લાખ પશુપાલકોને 1 લાખનો અકસ્માત વીમો બનાસ ડેરી ચૂકવશે

વધુમાં જણાવ્યું કે, ‘દર મહિને આપણે 833 કરોડ રૂપિયા જમા કરાવીએ છીએ અને એ બનાસકાંઠા જીલ્લો છે. રોજના 27 કરોડ 76 લાખ રૂપિયા રોજના બનાસકાંઠાના પશુપાલકોને ચૂકવિએ છીએ. ગઈ વખતે કિલો ફેટના 812 ભાવ આપ્યો હતો જ્યારે આ વખતે 818 કિલો ફેટ ભાવ આપવાનું નક્કી કર્યું છે. બનાસ ડેરી દ્વારા 1132 કરોડ રૂપિયા ભાવ વધારો અપાયો છે. 14.18% ભાવ વધારો પશુપાલકોને મળશે. 5.50 લાખ પશુપાલકોને 1 લાખનો અકસ્માત વીમો બનાસ ડેરી ચૂકવશે. બનાસ ડેરીને દર વર્ષે 100 કરોડની વીજળીની જરૂર પડે છે. જેથી બનાસ ડેરી સોલારની નવી સંસ્થા બનાવવાનું આયોજન કરશે. હવે વીજળી ઉત્પન્ન કરવાનું કામ કરવું પડશે. જેનાથી પશુપાલકોના 100 કરોડ બચી શકે.’

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post બનાસ ડેરીની સામાન્ય સભામાં મોટી જાહેરાત, નવી સોલાર સંસ્થા બનાવવા સાથે પશુપાલકોને કરાશે આ ફાયદો appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next