Advertisement

બનાસકાંઠા: અમીરગઢના ધનપુરા ગામે સિંચાઈ ડેમમાં ડૂબી જવાથી બે કિશોરના મોત, પરિવાર શોકમગ્ન

09:48 AM Aug 06, 2021 | pratik shah |
Advertisement

GSTV

બનાસકાંઠાના અમીરગઢના ધનપુરા ગામે બાલારામ લઘુ સિંચાઈ ડેમમાં ડૂબી જવાથી બે કિશોરના મોત થયા છે. બાલારામ લઘુ સિંચાઈ ડેમ નજીક રમતાં મામા-ફઈના બે ભાઈઓ ડેમમાં પડી જતા મોત થયા છે.

  • અમીરગઢના ધનપુરા ગામનો બનાવ..
  • ગઈકાલ સાંજે ધનપુરા નજીક બાલારામ લઘુ સિંચાઈ ડેમમાં ડૂબી જવાથી બે બાળકોના મોત..
  • બાલારામ લઘુ સિંચાઈ ડેમ નજીક રમતાં મામા-ફઈના બે ભાઈઓ ડેમમાં પડી જતા થયા મોત..
  • 15 વર્ષીય અશોક બુબડીયા અને 12 વર્ષીય સુરેશ ડાભીનું નીપજ્યું કરુણ મોત..

સ્થાનિક તરવૈયાઓની મદદથી બન્ને બાળકોના મૃતદેહો ભારે જહમત બાદ કાઢ્યા હતા. ત્યાર બાદ વિરમપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટ માટે મૃતદેહો ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે 15 વર્ષીય અશોક બુબડીયા અને 12 વર્ષીય સુરેશ ડાભી નામના કિશોરના મૃતદેહ બહાર કાઢીને પીએચસી સેન્ટર મોકલાયા હતા.

READ ALSO

The post બનાસકાંઠા: અમીરગઢના ધનપુરા ગામે સિંચાઈ ડેમમાં ડૂબી જવાથી બે કિશોરના મોત, પરિવાર શોકમગ્ન appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next