Advertisement

Love you Gujarat : વિદેશી પર્યટકોનું મનપસંદ રહેણાંક બાલારામ

02:24 PM Jul 09, 2019 | Karan |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ઉત્તર ગુજરાતમાં વિદેશી પર્યકોનું હાલમાં કોઈ મનપસંદ સ્થળ હોય તો તે બાલારામ છે. 13 એકરમાં ફેલાયેલા આ પેલેસની મુલાકાત યાદગાર બની રહેશે એ ચોક્કસ છે. બાલારામ પેલેસ રીસોર્ટ ગુજરાતની ઉત્તરે આવેલા બનાસકાંઠા જિલ્લાના ચિત્રાસણી ગામમાં બાલારામ નદીને કાંઠે આવેલો મહેલ છે. આ મહેલને હવે હોટેલ અને પ્રવાસી આકર્ષણ તરીકે પરિવર્તિત કરવામાં આવ્યો છે. પાલનપુર અથવા બનાસકાંઠાના પ્રદેશ પર રાજ કરનારા લોહાની નવાબ, તેમના મનપસંદ આરામ સ્થળ તરીકે બલરામ પેલેસનો ઉપયોગ કર્યો હતો. આ પેલેસમાં અમિતાભ બચ્ચનની ફિલ્મ સૂર્યવંશમનું પણ શૂટિંગ કરાયું છે. અહીં ખુદ રાજા લોકોને ગાઈડ કરે છે. અહીં વિેદેશી પર્યટકોને ભારતીય સંસ્કૃતિની ઝલક મળી રહે છે. ઐતિહાસિક અહેવાલો દાવો કરે છે કે બાલારામ પેલેસ પાલનપુરના ૨૯મા દાયકામાં, ૧૯૨૨ અને ૧૯૩૬ની વચ્ચે બંધાવવામાં આવ્યો હતો. આ ભવ્ય મહેલની અંદરનું સ્થાપત્ય નિયો-ક્લાસિકલ અને બરોક શૈલીનાં સ્થાપત્યથી પ્રેરિત છે. વધુ વિગતો જાણવા માટે આ જુઓ આ વીડિયો આધારિત વિશેષ અહેવાલ

The post Love you Gujarat : વિદેશી પર્યટકોનું મનપસંદ રહેણાંક બાલારામ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next