Advertisement

આને કહેવાય વિકાસ! એક સમયે મોર્નિંગ વોક માટે ઔડાએ બનાવેલો આ બગીચો જાળવણીના અભાવે બન્યો ઉજ્જડ, સ્થાનિકોમાં રોષ

08:02 AM Oct 22, 2021 | Dhruv Brahmbhatt |
Advertisement

GSTV

કલોલ શહેરના ગાયોના ટેકરા વિસ્તારમાં ઔડા દ્વારા બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જોકે થોડા વર્ષોની અંદર જ આ બગીચો ઉજ્જડ બની જતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. બગીચાને ફરીથી વિકસાવવાની લોકોએ માગણી કરી છે. આ ઔડા ગાર્ડનના દરવાજા પાસે જ ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે તેમજ લોકો તેનો ઉપયોગ કુદરતી હાજતે જવા માટે કરતા હોવાનું રહીશોએ જણાવ્યું છે.

ઔડા ઝડપથી કામ કરે તેવી લાગણી આસપાસના સ્થાનિકોએ દર્શાવી

પ્રાપ્ત વિગતો અનુસાર કલોલના નાગરિકો માટે હરવા-ફરવા અને મોર્નિંગ વોક માટે ઔડાએ આ બગીચો બનાવ્યો હતો.જોકે હવે જાળવણીના અભાવે તે ઉજ્જડ થઇ ગયો છે. બગીચામાં પ્રવેશ કરવાના દરવાજા આગળ ગાંડા બાવળ ઉગી નીકળતા તેમજ લોકો કુદરતી હાજતે જવા માટે ઉપયોગ કરતા હોવાથી ભારે ગંદકી ફેલાઈ છે. આ કારણે અહીં ફેલાતી દુર્ગંધથી રહીશો તેમજ વાહનચાલકો પણ પરેશાન થઇ ગયા છે. ઔડા ઝડપથી આ અંગે કામ કરે તેવી લાગણી આસપાસના સ્થાનિક લોકોએ દર્શાવી છે.

આ બગીચાની પાછળ જ આવેલ તળાવમાં લીલ અને ગંદકીના થર જામી ગયા છે. જો તેની પણ સાફ સફાઈ કરાવવામાં આવે તો તળાવ સ્વચ્છ બની શકે છે અને કલોલ શહેરના નાગરિકોને હરવા ફરવા માટે સુંદર સ્થળ મળી શકે છે. બગીચાના દરવાજા તેમજ તળાવ પાસે રહેલ ગંદકીને કારણે નજીક આવેલ કપિલેશ્વર મહાદેવની પ્રવિત્રતા પણ જોખમાય છે તેમ સ્થાનિકોએ જણાવ્યું હતું. વધુમાં ઔડા ગાર્ડન બિસ્માર હાલતમાં હોઈ અહીં ગેરકાયદે પ્રવૃત્તિઓ પણ થઇ શકે છે તેવી રહીશોએ ભીતિ વ્યક્ત કરી હતી.

READ ALSO :

The post આને કહેવાય વિકાસ! એક સમયે મોર્નિંગ વોક માટે ઔડાએ બનાવેલો આ બગીચો જાળવણીના અભાવે બન્યો ઉજ્જડ, સ્થાનિકોમાં રોષ appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next