Advertisement

જનતા વિફરી: લોકડાઉનનું પાલન કરાવવા ગયેલી પોલીસ પર અમદાવાદમાં જીવલેણ હુમલો, 50થી વધુ લોકો પર નોંધાઈ ફરિયાદ

06:13 PM Apr 21, 2021 | Pravin Makwana
Advertisement

GSTV

અમદાવાદના ખોખરા વિસ્તારમાં લોકડાઉનનું પાલન કરાવવા ગયેલી પોલીસ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ભાઈપુરા પાસે ગત મોડી રાતે આ હુમલો થયો હતો. પોલીસે હત્યાનો પ્રયાસ, રાયોટીંગ અને સરકારી ફરજમાં રૂકાવટની 50થી વધુ લોકો વિરુધ્ધ ફરિયાદ નોંધી છે.

અમદાવાદ શહેરમાં ફરી એક વખત પોલીસ પર હુલમો થયો છે. ભાઈપુરા વિસ્તારમાં કે જ્યાં અગાઉ ક્રાઈમ બ્રાંચની ટીમ પર પણ હુમલો થયો હતો. ત્યાં લોકડાઉનનુ પાલન કરવા માટે ખોખરા પોલીસનો સ્ટાફ ગત મોડી રાતે ગયો હતો. જ્યાં મંદિર પાસે મહિલા બુટલેગર ભુરી બોકડે, કાજીબાબા ડકાતે, સાયબા ડકાતે. સહીત 10 જેટલા લોકો બેઠા હતા.. જેની વિરુધ્ધ ધરપકડની કાર્યવાહી કરતા પોલીસ કર્મચારી વિજય ભાઈ પર હુમલો કરવામાં આવ્યો અને જેને લઈ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

READ ALSO

The post જનતા વિફરી: લોકડાઉનનું પાલન કરાવવા ગયેલી પોલીસ પર અમદાવાદમાં જીવલેણ હુમલો, 50થી વધુ લોકો પર નોંધાઈ ફરિયાદ appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next