Advertisement

ઓવૈસીના પ્રહાર/ કાશ્મીરમાં 9 સૈનિકો માર્યા ગયા અને મોદી સરકાર પાકિસ્તાન સામે ટી 20 રમાડશે, ભારતીયોના જીવ સાથે ખેલી રહ્યું છે પાકિસ્તાન

09:57 AM Oct 19, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

AIMIM નેતા અને લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ટી 20 વિશ્વ કપ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાનારી મેચ પર સવાલ કર્યો છે. તેમણે કહ્યુ છે કે, એક બાજૂ જમ્મુ કાશ્મીરમાં 9 જવાનો શહીદ થઈ ગયા છે. બીજી બાજૂ મોદી સરકાર 24 ઓક્ટોબરે ક્રિકેટ મેચ રમાડી રહી છે. પ્રધાનમંત્રી મોદીના જૂના નિવેદનો ટાંકીને ઓવૈસીએ કહ્યુ કે, શું મોદીજીએ નહોતું કહ્યુ કે, ફૌઝ મરી રહી છે અને મનમોહન સિંહની સરકાર બિરયાની ખવડાવી રહી છે. હવે 9 સૈનિકો માર્યા ગયા અને આપ ટી 20 રમાડશો ? પાકિસ્તાન કાશ્મીરમાં ભારતીયોના જીવ સાથે ટી 20 રમી રહ્યું છે.

જમ્મુ-કાશ્મીરમાં હત્યાઓ અંગે ઓવૈસીએ કહ્યું- ‘કાશ્મીરમાં લક્ષિત હત્યા થઈ રહી છે, હથિયારો આવી રહ્યા છે. ઈન્ટેલિજેંસ શું કરે છે ? અમિત શાહ શું કરી રહ્યા છે ? 370 હટાવ્યા બાદ એવું કહેવામાં આવ્યું કે, કાશ્મીરમાં બધું જ સમાપ્ત થઈ ગયું છે, પરંતુ કંઈ સમાપ્ત થયું નથી. સરહદ પારથી આતંકવાદીઓ આવી રહ્યા છે, તમે શું સીઝફાયર કર્યું છે ?

શું સરકાર પાકિસ્તાનના NSA સાથે વાત કરશે ?

આ અગાઉ સોમવારે ઓવૈસીએ કહ્યું હતું- ‘અમે જોઈ રહ્યા છીએ કે નાગરિકો મરી રહ્યા છે, હત્યાઓ દરરોજ થઈ રહી છે. અમારા સૈનિકો શહીદ થઈ રહ્યા છે. તો પાકિસ્તાને એનએસએ સાથે વાતચીત કરવાનો શું અર્થ છે ? જો તમે ઘાટીમાં થતી હત્યાઓ બંધ નહીં કરો તો દેશના ખૂણે ખૂણે તેનું પુનરાવર્તન થશે.

Advertisement

ઓવૈસીએ પૂછ્યું હતું કે, ‘અમે એલઓસી પર યુદ્ધવિરામને કેમ સ્વીકાર્યું ? આપણા જવાનો શહીદ થઈ રહ્યા છે, મજૂરો શહીદ થઈ રહ્યા છે. હવે તમે NSA સાથે શું ચર્ચા કરશો ? ભાજપની કોઈ સ્થિર વિદેશ નીતિ નથી. જો તમે આવા વાતાવરણમાં તેની સાથે વાત કરશો તો શું થશે ? ’

લોકસભા સાંસદ ઓવૈસીએ કહ્યું હતું કે શું કેન્દ્ર સરકાર પાકિસ્તાન સાથેની એલઓસી સરહદ માટે કોઈ યોજના ધરાવે છે?

READ ALSO

The post ઓવૈસીના પ્રહાર/ કાશ્મીરમાં 9 સૈનિકો માર્યા ગયા અને મોદી સરકાર પાકિસ્તાન સામે ટી 20 રમાડશે, ભારતીયોના જીવ સાથે ખેલી રહ્યું છે પાકિસ્તાન appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next