Advertisement

નોકરી: ભારતીય સેનામાં જોડાવા માગતી મહિલાઓના સપના થશે પુરા, આર્મીમાં કોન્સ્ટેબલમાં થઈ રહી છે મોટા પાયે ભરતી

07:32 PM Jun 12, 2021 | Pravin Makwana
Advertisement

GSTV

મોટા ભાગે લોકોની વચ્ચે એ વાતને લઈને ભ્રમ ફેલાયેલો હોય છે કે, ઈંડિયન આર્મીમાં મહિલાઓને શામેલ કરવામાં આવે છે કે નહીં. અમે અહીં આ સંબંધિત અહીં મહત્વની વિગતો આપવા જઈ રહ્યા છીએ. આપને જણાવી દઈએ કે, હાલમાં જ ઈંડિયન આર્મી તરફથી મહિલા ઉમેદવાર માટે મિલિટ્રી પોલીસ અંતર્ગત કોંસ્ટેબલ જનરલ ડ્યૂટીના પદ પર ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં કોઈ પણ મહિલા કે જે 10મું પાસ છે, તે અરજી કરી શકે છે. આ વિશે વધુ વિગતો માટે આપ ભારતીય સેનાની સત્તાવાર વેબસાઈટ https://joinindianarmy.nic.in/alpha/index.htm ક્લિક કરીને સમગ્ર વિગતો મેળવી શકો છો. અરજી કરવાની તારીખ 6 જૂનથી ચાલુ થઈ ગયુ છે, જે 20 જૂલાઈ સુધી કરી શકશો.

યોગ્યતા અને વય મર્યાદા

આ ભરતીમાં શામેલ થવા માટે મહિલા ઉમદવાર કોઈ પણ બોર્ડમાંથી દશમા ધોરણની પરીક્ષા 45 ટકા સાથે પાસ કરેલુ હોવુ જરૂરી છે. સાથે જ મહિલાની ઉંમર ઓછામાં ઓછી 17.5 વર્ષ અને વધુમાં વધુ 21 વર્ષ હોવી જોઈએ. જેની ગણતરી 1.10.2000થી 1.4.2004ની વચ્ચે કરવામાં આવશે.

શારીરિક માપદંડો

ભરતીમાં શામેલ થનારી મહિલા ઉમેદવારની ઉંચાઈ 152 સેમી હોવી જોઈએ. જ્યારે 7 મીનિટ 30 સેકન્ડમાં 1600 મીટરની દોડ પુરી કરવાની રહેસે. સાથે જ ઉમેદવારે 10 ફૂટ હાઈજપ્મ તથા 3 ફૂટ લોંગજમ્પની પ્રક્રિયામાંથી પસાર થવાનું રહેશે.

પસંદગી પ્રક્રિયા

આર્મીની મીલિટ્રી પોલીસમાં કોન્સ્ટેબલ ભરતીમાં શામેલ થનારી મહિલા ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા અને શારીરિક માપદંડોની પરીક્ષાના આધારે થશે.

Advertisement

READ ALSO

The post નોકરી: ભારતીય સેનામાં જોડાવા માગતી મહિલાઓના સપના થશે પુરા, આર્મીમાં કોન્સ્ટેબલમાં થઈ રહી છે મોટા પાયે ભરતી appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next