Advertisement

શ્રદ્ધાને કોરોના પણ ના રોકી શક્યો, લોકમેળો રદ કરાયો છતાં દર્શનાર્થે ઉમટ્યા હજારો શ્રદ્ધાળુઓ

08:12 PM Sep 19, 2021 | Vishvesh Dave |
Advertisement

GSTV

ભગવાન પ્રત્યેની શ્રદ્ધાને કોઈ રોકી શકતું નથી તે કહેવત અરવલ્લીના ઉમેદપુર (દધાલિયા) ગામે સાર્થક થઈ છે. પૌરાણિક ખંડુજી મહાદેવના ધામમાં શીશ નમાવવા હજારો ભક્તો ઉમટી પડયા હતા.કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી મેળાનું આયોજન ગામલોકો દ્વારા કરવામાં આવતું નથી, તેજ પ્રમાણે આ વર્ષે પણ ગામલોકો દ્વારા મેળો રદ કરવામાં આવ્યો હતો.

પરંતુ સ્વયંભૂ ખંડુજી મહાદેવના દર્શન કરવા અને બાધા માનતાઓ પૂર્ણ કરવા માટે હજારો ભક્તો આપમેળે ઉમટી પડ્યા હતા.જોકે મોટી સંખ્યામાં આવેલા લોકો કોવીડ ગાઇડલાઈન પાલન કરે તેને લઈને ગામલોકો દ્વારા પૂરતી ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.સ્વયંભૂ ખંડુજી મહાદેવની ખેડૂતો અને પશુપાલકોમાં અતૂટ શ્રદ્ધા રહેલી છે, કહેવામાં આવે છે કે ખંડુજી મહાદેવની સામે શીશ નમાવી માનેલી બાધા માનતાઓ ભગવાન અચૂક પૂર્ણ કરે છે.

તેને લઈને અહી દરવર્ષે ભાદરવા મહિનાના બીજા રવિવારે હજારો લોકો બાધા માનતાઓ પૂર્ણ કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડે છે. દુર દુરથી વહેલી સવારે પાંચ વાગ્યાથી ભક્તો ઉમટી પડ્યા હતા.વહેલી સવારે બાધા પૂર્ણ કર્યા બાદ ભકતોએ ભગવાન ખંડુજી મહાદેવની સામે શીશ નમાવ્યું હતું. કોરોના ગાઈડ લાઈન સાથે ભક્તો માટે દર્શન માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સાથેજ મંદિર ના પ્રવેશ સમયે વધુ લોકોની ભીડ એકઠી ના થયા તેને લઈ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક પોલીસનો પણ ગામલોકોને સાથ સહકાર રહ્યો હતો. અરવલ્લીની ગિરિમાળામાં આવેલા

આ પૌરાણિક સ્વયંભૂ ખંડુજી મહાદેવ સૌની મનોકામના પૂર્ણ કરતા હોવાનું માનવામાં આવે છે. જેથી કરી હમેશા હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડતાં હોય છે તેજ રીતે આ વર્ષે પણ હજારો ભક્તો ઉમટી પડ્યા હતા અને ભગવાન ખંડુજી મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.જોકે કોરોનાનો ડર પણ ભક્તોને ખંડુજી મહાદેવના દર્શન કરતા રોકી શક્યો ન હતો.સમગ્ર દિવસ દરમિયાન ભક્તોનો ઘસારો રહ્યો હતો.જોકે મોડી સાંજે પણ ભકતો પોતાની અતૂટ આસ્થા સાથે ખંડુજી મહાદેવના ધામમાં પહોંચ્યા હતા.

Advertisement

ALSO READ

The post શ્રદ્ધાને કોરોના પણ ના રોકી શક્યો, લોકમેળો રદ કરાયો છતાં દર્શનાર્થે ઉમટ્યા હજારો શ્રદ્ધાળુઓ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next