Advertisement

ખેરાડીમાં જમીન કૌભાંડ : ઉ૫સરપંચે મળતિયાના નામે કરાવી લીધી જમીન

12:45 PM Mar 25, 2018 | Karan |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ભિલોડા તાલુકાના ખેરાડી ગામે સત્તાનો દૂરપયોગ કરીને જમીન કૌભાંડ કર્યાનું સામે આવ્યું છે. વર્ષ ૨૦૧૦માં સત્તાનો દુરુપયોગ કરી ખોટી સનદો બનાવી ગામતળની જમીન ઉપસરપંચ અને મળતિયાઓ ભેગા મળી નામે કરી લેવાનો આરોપ મુકાયો છે.

ખેરાડી ગામે ગ્રામ પંચાયતના ઉપ સરપંચ અને મળતિયાઓ ધ્વારા સરકારી જમીન નામે કરી લેવાનું કૌભાંડ બહાર આવ્યું છે. ગામમાં ૨૦૧૦માં તત્કાલીન સરપંચ તેમજ અત્યારના ઉપ સરપંચ ધ્વારા ખોટી સનદો બનાવી ગામતળની લાખો રૂપિયાની સરકારી જમીન પચાવી પાડી જમીન કૌભાંડ આચર્યું છે. તાલુકા પંચાયત કચેરી ખાતે ખેરાડી પંચાયત કમિટીને વિશ્વાસમાં લીધા વગર જમીનની સનદો બનાવી સગા-વ્હાલોને વેચી દીધી હતી. ગામના ૧૦૦ થી વધુ લોકોએ ડીસેમ્બર-૨૦૧૭ અને જાન્યુઆરી-૨૦૧૮માં તાલુકા પંચાયત કચેરી ભિલોડા અને જીલ્લા કલેકટર અરવલ્લીને પુરાવા સાથે લેખિતમાં રજૂઆત કરી હતી.

ગામલોકોની રજૂઆત બાદ ભિલોડા તાલુકા વિકાસ અધિકારી ધ્વારા તાત્કાલિક સર્કલ ઓફિસર ધ્વારા જમીનોની માપણી તેમજ દસ્તાવેજોની ખરાઈ કરવામાં આવી હતી. જેમાંથી ગામનો ખાનગી રીતે ઉપયોગ કરવામાં આવનાર જમીનનો કુવો ફરીથી માટી બહાર કાઢી દઈ કાર્યવાહી હાથ ધરી હતી..જેમાં બોગસ રીતે ખોટી સનદ બનાવી હોવાના પુરાવા આધારે એક સનદ રદ કરવા લેખિતના દરખાસ્ત મોકલી આપવામાં આવી હતી.

ગુજરાતનું ગામડું ગોકુળ બને તે માટે સરકાર અનેક યોજનાઓ બનાવે છે. પણ બીજી તરફ અંતરિયાળ વિસ્તારમાં અશિક્ષિત પ્રજાને મૂરખ બનાવતા આવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવું ગ્રામજનો ઇચ્છી રહ્યાં છે.

Advertisement

The post ખેરાડીમાં જમીન કૌભાંડ : ઉ૫સરપંચે મળતિયાના નામે કરાવી લીધી જમીન appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next