Advertisement

ના હોય! 15 જ સેકન્ડમાં હેક થયો એપલ આઈફોન-13 pro, ચીની હેકરે દેખાડી પોતાની આવડત

10:34 PM Oct 22, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

દર વર્ષે ચેંગડુમાં ચીનની સરકાર દ્વાર તિયાંફુ કપનુ આયોજન કરવામા આવે છે. આ સ્પર્ધામાં મોટા હેકર્સ પોતાની હેકિંગ કુશળતા બતાવવા માટે ભાગ લે છે. તાજેતરમાં જ આ સ્પર્ધા યોજાઈ હતી જ્યાં કુનલુન લેબની ટીમ, સીઇઓ કિહૂ 360 પહેલા ક્રમાંકે આવ્યા છે, તેણે એપલનો લેટેસ્ટ સ્માર્ટફોન આઇફોન 13 પ્રો માત્ર 15 સેકન્ડમાં હેક કર્યો હતો.

બે વાર હેક કરવામાં આવ્યું ;

હેકર્સે 15.0.2 આઇઓએસ પર ચાલતા નવા આઇફોન 13 પ્રો ને એક વાર નહીં પરંતુ, બે વખત હેક કર્યો હતો. તેમણે સમજાવ્યું કે, તેણે લાંબા સમયથી આ જબરદસ્ત હેકિંગ માટે તૈયારી કરી હતી. લોકો તેમના હેકિંગની આ કુશળતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જો કે આઇફોન ૧૩ પ્રો તેમણે કેવી રીતે હેક કર્યું તે જાણી શકાયું નથી.

કરોડોના ઇનામોનો કર્યો દાવો :

કુનલુન લેબ એકમાત્ર ટીમ નથી જેણે આઇફોન ૧૩ પ્રો હેક કર્યો હતો. ટીમ પાંગુ પણ એપલ આઇફોન અને આઇપેડ હેક કરવામાં નિપુણ રહી છે. આ સ્પર્ધામાં પણ ટીમે આઇઓએસ 15 પર ચાલતા આઇફોન 13 પ્રો ને રિમોટથી જેલબ્રેક કર્યું હતું અને લગભગ 300,000 ડોલરનું ઇનામ મેળવ્યું હતું.

એપલને આપવામાં આવી વિગતો :

તમને જણાવી દઈએ કે, એપલ તમારા ફોનની સલામતી પર ઘણો ભાર મૂકે છે અને દાવો કરે છે કે, કોઈપણ તેના ફોનને સરળતાથી હેક કરી શકતુ નથી. બીજી તરફ એપલના ડિવાઇસને હેક કરનારી આ ટીમો આ ખામીઓને દૂર કરવા માટે એપલને હેકિંગની માહિતી આપશે તેવી વાતો સાંભળવા મળી રહી છે .

Read Also

Advertisement

The post ના હોય! 15 જ સેકન્ડમાં હેક થયો એપલ આઈફોન-13 pro, ચીની હેકરે દેખાડી પોતાની આવડત appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next