Advertisement

ગુજરાતની આ જેલમાંથી 11 મોબાઇલ ફોન મળી આવતા ખળભળાટ, વિચારી પણ નહીં શકો કેદીએ એવી જગ્યાએ છુપાવ્યા હતાં

11:50 AM Sep 11, 2021 | Bansari |
Advertisement

GSTV

જૂનાગઢ જિલ્લા જેલમાં ગઈકાલે રાજકોટ અને જુનાગઢ જેલના સ્ટાફે ઝડતી કરી હતી જેમાં અલગ અલગ બેરેક એઠવાડના ડબ્બા સહિતના સ્થળોએ છુપાવેલા કુલ ૧૧ મોબાઈલ ફોન મળી આવ્યા હતા.જેમાંથી આઠ ફોન ચાલુ હાલતમાં હતા.આ મામલે અજાણ્યા કેદીઓ સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી.

રાજકોટ અને જૂનાગઢ જેલના સ્ટાફની ઝડતી દરમ્યાન મોબાઇલ ફોન મળી આવ્યા

આ અંગેની વધુ વિગત મુજબ જૂનાગઢ જેલમાં ગાડગ સ્ટાફની ઘટ હોવાથી રાજકોટ જેલના સ્ટાફ સાથે રાખી જૂનાગઢ જેલના સ્ટાફે જૂનાગઢ જેલમાં ઝડતી કરી હતી.આ ઝડતી દરમ્યાન સર્કલ નં.૧૧ ની બેરેક નં.૨માંથી બે તથા બેરેક. નં.૩૩માંથી એક મોબાઈલ મળ્યો હતો. જ્યારે સર્કલ નં.૨ની વિશી બેરેકને ગેસ રૂમમાંથી ૩, અને વિશી રૂમની સામેના બાથરૂમના ભાગે એઠવાડના ડબ્બામાંથી બે મોબાઈલ મળ્યા હતા.જેલ દવાખાના પાસે આવેલી કોટપાળી પરથી બે,તેમજ સલામતી વિભાગ પાસે આવેલી કોટપાળી પરથી એક મળી કુલ ૧૧ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આ ૧૧ મોબાઈલ ફોન અંગે તપાસ કરતા તેમાથી આઠ ફોન ચાલુ હાલતમાં હતા. જ્યારે ત્રણ ફોન બંધ હાલતમાં હતા.

બેરેક, એઠવાડના ડબ્બા સહિતના સ્થળોએથી મળેલા 11માંથી 8 ફોન ચાલુ હાલતમાં હતા

આ અંગે જૂનાગઢ જેલના ઇન્ચાર્જ અધિક્ષક એમ.જી. રબારીએ અજાણ્યાં કેદીઓ સામે ફરિયાદ કરતા એ ડીવીઝન પોલીસે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.જૂનાગઢ જેલમાંથી અવારનવાર મોબાઈલ ફોન, તમાકુ, માવા, બીડી સહિતની પ્રતિબંધિત વસ્તુ મળી આવે છે. ત્યારે મોબાઈલ ફોન અને અન્ય વસ્તુઓ કેવી રીતે જેલ સુધી પહોંચી જાય છે. એ એક પ્રશ્ન છે.મોબાઈલ જેલમાં ઉપયોગ ન થાય તે માટે જામર લગાવવામાં આવે એ જરૂરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, એન્ટરટેઈનમેન્ટ તેમજ સ્પોર્ટસ, ઓટો, લાઈફ અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે ડાઉનલોડ કરો અમારી Android Application…

Read Also

The post ગુજરાતની આ જેલમાંથી 11 મોબાઇલ ફોન મળી આવતા ખળભળાટ, વિચારી પણ નહીં શકો કેદીએ એવી જગ્યાએ છુપાવ્યા હતાં appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next