Advertisement

ખુલાસો / શું અનિલ કપૂર યુવાન દેખાવા માટે સાપનું લોહી પીવે છે? જાણો અભિનેતાએ શું આપ્યો જવાબ

09:20 PM Sep 15, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

અનિલ કપૂર બોલીવુડના એ અભિનેતાઓમાંના એક છે, જેમને જોઈને લાગે છે કે તેમની ઉંમર સમયની સાથે વધવાને બદલે ઘટે છે. અનિલની યુવાનીને લઇ ઘણા વર્ષોથી ચર્ચા ચાલી રહી છે. ચાહકો અનિલ કપૂરની યુવાનીનું રહસ્ય જાણવા માંગે છે, તો કેટલાક લોકો એવા પણ છે જે અનિલના નામે કંઈ પણ કહેલી વાતને સ્વીકારી લે છે. તાજેતરમાં અનિલ કપૂરે અરબાઝ ખાનના ટોક શો પિંચમાં હાજરી આપી હતી.

અનિલ કપૂર પીવે છે સાપનું લોહી?

આ શોમાં અનિલ કપૂરે તેમના જીવન સાથે જોડાયેલા ઘણા મજેદાર પ્રશ્નોના જવાબ આપ્યા હતા. અનિલ કપૂરે એવા લોકોને પણ જવાબ આપ્યો છે જે કહે છે કે યુવાન દેખાવા માટે તે હંમેશા પ્લાસ્ટિક સર્જન સાથે રહે છે અને સાપનું લોહી પીવે છે.

શોના એક સેગમેન્ટમાં અરબાઝે અનિલ કપૂરને કેટલાક લોકોનો રેકોર્ડ કરેલો વીડિયો બતાવ્યો. આ વીડિયોમાં લોકો અનિલના લુક વિશે અલગ અલગ વાતો કહી રહ્યા છે. વીડિયોમાં એક વ્યક્તિએ કહ્યું તેમને બ્રહ્માજીનું વરદાન મળ્યું છે. તો બીજાએ કહ્યું મને લાગે છે કે તેઓ તેમના પ્લાસ્ટિક સર્જન સાથે રહે છે. અન્ય વ્યક્તિએ કહ્યું મને લાગે છે કે તેઓ સાપનું લોહી પીવે છે જેથી તે યુવાન દેખાય.

અરબાઝ ખાનની આ વાતો સાંભળ્યા બાદ અનિલ કપૂરે પૂછ્યું શું આ પ્રશ્નો ખરેખર આવ્યા છે કે તમે લોકોએ રૂપિયા આપીને આ બધું કહેવાનું કહ્યું છે? અનિલ કપૂરે આગળ જણાવ્યું કે ઉપરવાળાએ પર્સનલ લાઇફમાં, પ્રોફેશનલી, ફાઇનેંસિયલી આટલું બધું આપ્યું છે કે તે તમને સારા દેખાવામાં મદદ કરે છે. દરેક વ્યક્તિ ઉતાર-ચઢાવમાંથી પસાર થાય છે, પરંતુ હું ભાગ્યશાળી છું.

Advertisement

આ દરમિયાન અનિલ કપૂરે એમ પણ જણાવ્યું કે આ શોમાં તે મુંડન કરાવ્યા બાદ આવ્યો છે અને આટલું ટ્રાન્સપ્લાન્ટ ચાલી રહ્યું છે, તેથી તેમણે લોકોને આવવા અને જે જોઈએ તે લઇ જવા જણાવ્યું છે. અનિલના આ શબ્દો સાંભળીને અરબાઝ હસી પડ્યો. નોંધનીય છે કે તાજેતરમાં અનિલ કપૂરને તેમના વાળને લઈને ટ્રોલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમણે એક રમુજી જવાબ આપ્યો હતો.

Read Also

The post ખુલાસો / શું અનિલ કપૂર યુવાન દેખાવા માટે સાપનું લોહી પીવે છે? જાણો અભિનેતાએ શું આપ્યો જવાબ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next