Advertisement

ક્રુઝ ડ્રગ્સ કેસ : અનન્યાની 2 દિવસમાં 6 કલાક પૂછપરછ, NCBએ ફરી બોલાવી સોમવારે

07:48 PM Oct 22, 2021 | Vishvesh Dave |
Advertisement

GSTV

આર્યન ખાન સાથે અનન્યાની ચેટ સામે આવ્યા બાદ NCB એ અભિનેત્રીની પૂછપરછ કરી હતી. પહેલા દિવસની પૂછપરછ બાદ NCB ને ઘણા મહત્વના પુરાવા મળ્યા, ત્યારબાદ NCB દ્વારા અનન્યાને બીજા દિવસે પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી. અનન્યા તેના પિતા ચંકી પાંડે સાથે અહીં આવી હતી. એનસીબીએ અનન્યાની લગભગ 4 કલાક સુધી પૂછપરછ કરી. હવે NCB તેને સોમવારે ફરી બોલાવશે.

સોમવારે અનન્યાની ફરી પૂછપરછ કરવામાં આવશે

એનસીબીએ અનન્યા પાંડેની 4 કલાક પૂછપરછ કરી હતી. એનસીબીએ શુક્રવારે અનન્યાની પૂછપરછ પૂરી કરી છે. ગઈકાલે એટલે કે ગુરુવારે પણ એનસીબીએ આ કેસમાં અનન્યાની 2 કલાક પૂછપરછ કરી હતી. હવે અનન્યા પાંડેને NCB દ્વારા સોમવારે ફરી પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. બંને દિવસે અનન્યા સાથે તેના પિતા ચંકી પાંડે પણ હતા. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, ડ્રગ્સ કેસમાં જે રીતે અનન્યાની પૂછપરછ કરવામાં આવી રહી છે, તે મુજબ આર્યનની સમસ્યાઓ વધી શકે છે.

અનન્યાની સમીર વાનખેડેની કેબિનમાં પૂછપરછ કરવામાં આવી, પિતા ચંકી પાંડે બહાર બેઠા હતા

અભિનેતા અરમાન કોહલીના મિત્ર બાબુભાઇ કાંચવાલાના જણાવ્યા અનુસાર, ચંકી પાંડે પૂછપરછ સમયે એનસીબીના અધિકારી સમીર વાનખેડેની કેબિનની બહાર બેઠા હતા, જ્યારે બીજી તરફ અનન્યા પાંડેની અંદર પૂછપરછ કરવામાં આવી હતી.

ALSO READ

Advertisement

The post ક્રુઝ ડ્રગ્સ કેસ : અનન્યાની 2 દિવસમાં 6 કલાક પૂછપરછ, NCBએ ફરી બોલાવી સોમવારે appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next