Advertisement

ટ્રાન્સ ગર્લ્સ/ સુરતનો સંદીપ પટેલ બની ગયો અલીષા પટેલ : લિંગ પરિવર્તનને સરકારની લીલીઝંડી, નવી ઓળખ મળી

04:20 PM Jul 21, 2021 | Bansari
Advertisement

GSTV

સુરત શહેરમાં લાખ્ખો રૃપિયા ખર્ચીને લીંગ પરિવર્તન કરાવીને સંદીપ પટેલમાંથી અલીષા પટેલ બન્યા બાદ પુરુષમાંથી સ્ત્રી બન્યાની સરકારી ઓળખ મેળવવા સમાજ સુરક્ષા કચેરીમાં અરજી થઇ હતી. સુરત કલેકટરે તેની તપાસ બાદ ગુજરાતની પ્રથમ ટ્રાન્સ વુમન તરીકે સુરતની અલીષાને ટ્રાન્સ ગર્લ્સનું પ્રમાણપત્ર અને ઓળખકાર્ડ ઇસ્યુ કરતા કરતા તેણે સરકારી ચોપડે સત્તાવાર રીતે અલીષા તરીકે ઓળખ મેળવી શકશે.

સુરતમાં રહેતા સંદીપ દેવજી પટેલે લીંગ પરિવર્તન કરાવીને પુરૃષમાંથી સ્ત્રી બન્યા બાદ પોતાનું નામ અલીષા રાખ્યુ હતુ. લીંગ પરિવર્તન બાદ સૌથી મોટી મુશ્કેલી સંદિપ તરીકેની ઓળખ ભૂંસીને આલીષા તરીકે ઓળખ ઉભી કરવાની હતી. તે માટે સને-૨૦૧૯ માં ઉભયલીંગી વ્યકિતઓને લગતો એક કાયદો બનાવાયો હતો. જેમાં લીંગ પરિવર્તન કરાવ્યા બાદ નવી ઓળખ આપવાની જોગવાઇ છે. સુરતના સંદીપ પટેલે અલીષા પટેલ બન્યા બાદ સરકારના પોર્ટલ પર અરજી કરી હતી.

સમાજ સુરક્ષા અધિકારી લાલજી પટેલે જણાવ્યું કે, ઓનલાઇન અરજી આવ્યા બાદ જરૃરી તપાસ અને ખરાઇ કરાઇ હતી. જેમાં લીંગ પરિવર્તનની સર્જરી સફળતા પૂર્વક કરાવ્યાનું ડોકટરી પ્રમાણપત્ર રજુ કરાયું હતું.સરકાર તરફથી લીલીઝંડી મળતા કલેકટર આયુષ ઓકે અલીષા દેવજી પટેલને ગુજરાતની પ્રથમ ટ્રાન્સ વુમનનું પ્રમાણપત્ર અને ઓળખકાર્ડ ઇસ્યુ કર્યા હતા.

અલીષાને નવુ બર્થ સટિફિકેટ જ મળ્યું ગણાય

કલેકટર આયુષ ઓકે જણાવ્યું કે, ગુજરાતમાં ટ્રાન્સ વુમન તરીકે ઓળખકાર્ડ આપવાનો આ પ્રથમ કિસ્સો છે. હવે અલીષા સરકારી રેકર્ડ આધારકાર્ડ, ચૂંટણી ઓળખકાર્ડ, રેશનકાર્ડ કે પાસપોર્ટ કે પછી સરકારી તમામ દસ્તાવેજી પુરાવામાં આ પ્રમાણપત્ર અને ઓળખકાર્ડના આધારે અલીષા તરીકે નવી ઓળખ મેળવી શકશે.

Advertisement

ટુંકમાં આ પ્રમાણપત્ર અને ઓળખકાર્ડ નવું બર્થ સર્ટિફિકેટ જ ગણાય. નેશનલ પોર્ટલ ફોર ટ્રાન્જેડર પર્સન પોર્ટલ પર અરજી કરવાની હોય છે. કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારી મંત્રાલય દ્વારા ટ્રાન્જેડર વ્યકિતઓ પોતાનું ઓળખકાર્ડ અને પ્રમાણપત્ર સહેલાઇથી મેળવી શકે તે માટે નેશનલ પોર્ટલ ફોર ટ્રાન્જેડર પર્સન પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની હોય છે. આ પોર્ટલ પર પ્રમાણપત્ર અને ઓળખકાર્ડ મેળવવા માટે ટ્રાન્જેડર પર્સન, ટ્રાન્સ વુમન અને ટ્રાન્સ મેન અરજી કરી શકે છે.

Read Also

The post ટ્રાન્સ ગર્લ્સ/ સુરતનો સંદીપ પટેલ બની ગયો અલીષા પટેલ : લિંગ પરિવર્તનને સરકારની લીલીઝંડી, નવી ઓળખ મળી appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next