Advertisement

અમરેલીમાં ભારે પવનના કારણે આંબાના વૃક્ષોને નુકશાન

09:11 AM Jun 04, 2018 | Yugal Shrivastava |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

હજુ તો રાજ્યમાં સત્તાવાર વરસાદની શરૂઆત પણ થઈ નથી. જોકે, રવિવારે અમરેલીમાં પડેલા ભારે પવન સાથે વરસેલા વરસાદે કેરી પકવતા ખેડૂતોને ચિંતિત કરી દીધા છે.

ભારે પવનના કારણે અમરેલીના વિવિધ પંથકમાં આંબાના વૃક્ષોને નુકશાન થયુ છે. અને જગતનો તાત પોતાની મહેનતના ફળ પશુઓને ખવડાવવા મજબૂર બન્યો છે.

કેસર કેરી માટે જાણીતા અમરેલીના ખેડૂતોએ બે દિવસ અગાઉ આવેલા વરસાદમાં વ્યાપક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. સાવરકુંડલા-ધારી-ખાંભા અને લીલીયા સહિતના અનેક વિસ્તારોમાં આંબાના વૃક્ષો પડી ગયા છે.

કેટલાય આંબાના વૃક્ષો જડમૂળમાંથી ઉખડી ગયા છે. તો કેટલાય આંબાના વૃક્ષોની ડાળીઓ તૂટી પડી છે અને કેરીઓ જમીન પર કરી જવાથી કરીના પાકને વ્યાપક નુકશાન થયુ છે. કેરી તોડતા કારીગરો પણ પોતાનું કામ મુકીને ચાલ્યા ગયા છે.

Advertisement

જે કેરીના બજારમાં બોક્સ દીઠ સાતસોથી હજાર રૂપિયા ભાવ મળતો તે કેરીઓને ખેડૂતો હવે પશુઓને ખવડાવી દેવા મજબૂર બન્યા છે. ધારીના ધારગણી ગામે બગીચામાં 600 આંબા ધરાવતા ખેતરમાં ભારે વરસાદ બાદ 170 આંબા ધરાશાયી થઈ ગય છે અને નહીવત ડાળો જ ભારે પવન સામે બચી શકી છે.તો અન્ય વિસ્તારમાં પણ આજ સ્થિતિ છે. જેથી ખેડૂતો સરકાર પાસે વળતરની આશા રાખી રહ્યા છે.

બે દિવસ પહેલા જે કેરીઓ વૃક્ષ પર હતી તેની સોનાની લગડી જેવી કિંમતી હતી. તે ભારે પવનના કારણે જમીન પર ખરી પડી છે. ત્યારે જગતના તાતને સરકાર તરફથી સહાય મળે છે કે કેમ તે જોવું રહ્યું.

The post અમરેલીમાં ભારે પવનના કારણે આંબાના વૃક્ષોને નુકશાન appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next