Advertisement

લાઠી પંચાયત કચેરી બિસ્માર હાલતમાં, સરકારી કચેરીઓના આધુનિકરણ કરવામાં સરકારના આંખ આડા કાન

07:41 AM Jun 01, 2018 | Yugal Shrivastava |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

રાજ્યમાં ભાજપ સરકારની વિકાસની વાતો વચ્ચે લાઠી તાલુકા પંચાયત એવી છે જ્યાં ભયનો માહોલ છે. જ્યાંથી તાલુકામાં વિકાસની વાતો થાય છે. વિકાસના કામોની ફાઈલો આવે છે અને કામો થાય છે તે લાઠી તાલુકા પંચાયત બિલ્ડીંગ ખુદ વિકાસ ઝંખી રહી છે.

આ છે અમરેલી જિલ્લાના લાઠી તાલુકા પંચાયત કચેરી. પહેલા તો જોઈને એમ લાગે કે આ કોઈ બિસ્માર ઈમારત હશે. લાઠી તાલુકા પંચાયતની કચેરીમાં જ્યાં જુઓ ત્યાં પોપડા ઉખડેલા જોવા મળે અને જ્યાં ત્યાં ધૂળના ઢગલા જોવા મળે.

સમારકામના અભાવે આ ઈમારત એટલી નબળી પડી ગઈ છે તે ગમે ત્યારે ધરાશાયી થઈ જાય. અહીં ફાઈલો અને કાગળોના સ્ટોરેજ માટેનો રેકોર્ડ ધ્વસ્ત થઈ ગયો હોવાને કારણે સ્ટોરેજ માટે  કોઈ વ્યવસ્થા નથી. ત્યારે 52 ગામોના વહીવટની મહત્વની ફાઈલો અને કાગળો છેલ્લા ઘણા વર્ષોથી ધૂળ ખાઈ રહ્યાં છે. તો ચોમાસામાં તો કચેરીના રૂમો પાણીથી ભરાઈ જાય છે. વર્ષોથી આવી સ્થિતિમાં કર્મચારીઓ ભયના ઓથાર હેઠળ કામ કરી રહ્યા છે. તો અહીં આવતા અરજદારો પણ દહેશત અનુભવે છે.

શૌચાલય કે પીવાના પાણીની પૂરત વ્યવસ્થાન ન હોવાથી કર્મચારીઓ અને મુલાકાતીઓ પરેશાન થઇ રહ્યાં છે. પંચાયતના સત્તાધિશોનું કહેવું છે કે સરકારમાં વખતો વખત રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. સમારકામ માટે 2 કરોડ 40 લાખનું એસ્ટીમેન્ટ હોવા છતાં કામ આગળ વધતું નથી.

Advertisement

સમારકામની ફાઈલ સરકારના બાંધકામ વિભાગમાં છેલ્લા પાંચ વર્ષથી પડી રહી છે. વિકાસના બણગાં ફૂંકતી સરકાર ખુદ સરકારી કચેરીઓના આધુનિકરણ કરવામાં દુર્લક્ષ્ય સેવી રહી છે તેનો આ દાખલો છે.

The post લાઠી પંચાયત કચેરી બિસ્માર હાલતમાં, સરકારી કચેરીઓના આધુનિકરણ કરવામાં સરકારના આંખ આડા કાન appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next