Advertisement

બાબરાના પાનસડા ગામમાં 18 વર્ષથી આરોગ્ય કેન્દ્રને તાળા, તંત્ર નિરશ

07:44 AM Jun 18, 2018 | Yugal Shrivastava |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

આ વાત એક એવા આરોગ્ય કેન્દ્રની છે જે ખુદ બીમાર છે. બીમાર શું મૃતપ્રાય હાલતમાં છે. વર્ષોથી બંધ પડેલા આ આરોગ્ય કેન્દ્ર અંગે તંત્રએ કોઇ દરકાર લીધી નથી. જેથી હવે લોકો માંગ કરી રહ્યા છે કે જો આ આરોગ્ય કેન્દ્ર ફરી શરૂ કરાય તો લોકોને જરૂરી સારવાર મળી રહે તેમ છે.

જેનું નિર્માણ લોકોનું સ્વાસ્થય સારુ થાય, લોકો બીમારી મુક્ત થાય, માંદગી સમયે સારવાર મળી રહે તે માટે થયું હતું. એ આરોગ્ય કેન્દ્ર આજકાલનું નહીં પરંતુ વર્ષોથી બીમાર છે. જર્જરીત થઇ ગયેલું મકાન, ચારે તરફ ઝાડી ઝાંખર અને ગંદકી, ત્યાં સુધી કે વર્ષોથી મારેલા તાળા પણ કટાઇ ગયા છે.

એ વાત તો ચોક્કસ છે કે વર્ષોથી આ આરોગ્ય કેન્દ્રના તાળા પણ ખૂલ્યા નથી. ત્યારે સવાલ થાય કે જો આ આરોગ્ય કેન્દ્રને આ રીતે જ બંધ જ રાખવાનું હતું તો શા માટે તેનું નિર્માણ કરાયું.

વાત 18 વર્ષ પહેલાની છે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના પાનસડા ગામે નિર્માણ કરાયેલુ આ આરોગ્ય કેન્દ્ર શરૂઆતી દિવસોમાં ચાલ્યુ. પરંતુ ત્યારબાદ એક પણ ડોક્ટર અહીં ટક્યા નહીં આટલા વર્ષોમાં કુલ 3 જેટલા જ ડોક્ટરની નિમણૂંક કરાઇ. પરંતુ તે પણ આવતા બંધ થયા.

Advertisement

લોકો પણ આરોગ્ય કેન્દ્રમાં તાળુ જ હશે તેવું સમજીને ધક્કા ખાતા બંધ થઇ ગયા. જેનું પરિણામ આજે આપણા સૌ કોઇની સામે છે. અહીં વર્ષોથી કોઇ આવ્યુ નથી. માટે ગંદકી થઇ ગઇ છે. ઝાડી ઝાંખર ઉગી ગયા છે. ત્યાં સુધી કે દરવાજા તૂટી ગયા છે. મકાન પણ જર્જરીત થઇ ગયું છે.

બાબરા તાલુકાનું 2200ની વસતી ધરાવતા પાનસડા ગામના લોકોની હાલત એવી છે કે તેઓને સારવાર કરાવવી હોય તો જસદણ આટકોટ જેવા ગામોમાં જવું પડી રહ્યુ છે આરોગ્ય કેન્દ્ર હોવા છતાં ડોક્ટર આવતા નથી. આરોગ્ય કેન્દ્ર ખુલતુ નથી અને વર્ષોથી મારેલું તાળું હવે કટાઇ ગયું છે. ગામલોકોની માંગ છે કે આ આરોગ્ય કેન્દ્ર જો ફરી શરૂ કરાય તો ચોક્કસ પણે પાનસડાના લોકોની તકલીફ દૂર થઇ શકશે.

The post બાબરાના પાનસડા ગામમાં 18 વર્ષથી આરોગ્ય કેન્દ્રને તાળા, તંત્ર નિરશ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next