Advertisement

જલ્દી કરો / સરકારે સબસિડી જાહેર કર્યા પછી આ કંપનીના સ્કૂટર ગુજરાતમાં મળી રહ્યા છે, 50 હજારથી પણ ઓછી કિંમતમાં

08:47 PM Jul 06, 2021 | Vishvesh Dave |
Advertisement

GSTV

ગુજરાત સરકારે ઈલેક્ટ્રિકલ વ્હિક્લ્સમાં સબસિડીની જાહેરાત કરી છે. એ પછી વિવિધ કંપનીઓએ પોતાના વાહનોના ભાવમાં ફેરવિચારણા શરૃ કરી દીધી છે. જેમ કે એમ્પિયર વેહિકલ્સે તેના બે મોડેલનો ભાવ ઘટાડતા હવે કિંમત 50 હજાર કરતા ઓછી થઈ ગઈ છે.

ગુજરાતના નવા ઈવી ધોરણ અને રાજ્યમાં ગ્રાહકોને તેનાથી કઈ રીતે લાભ થશે તે વિશે બોલતાં એમ્પિયર ઈલેક્ટ્રિકના સીઓઓ રોય કુરિયને જણાવ્યું હતું કે અમારાં ઉત્તમ નિર્માણ કરેલાં ઈલેક્ટ્રિક સ્કૂટરો વધુ કિફાયતી બનાવવા સરકાર દ્વારા આ અસાધારણ પગલું છે અને તેથી આમઆદમી પણ આસાનીથી વસાવી શકશે. એમ્પિયર ઈલેક્ટ્રિકમાં અમે લાસ્ટ માઈલમાં નિર્ભરક્ષમ અને વિશ્વસનીય મોબિલિટી સોલ્યુશન્સની ઝડપથી વૃદ્ધિ કરતી આવી પહેલો જોવા બહુ આનંદિત છીએ. આનાથી પ્રવાસીઓનો પારપંરિક ટુ-વ્હીલર પર પેટ્રોલના થતો ખર્ચ બચી જશે. તેનાથી બીટુબી સેગમેન્ટ્સમાં લોજિસ્ટિક ખેલાડીઓને પણ તેમના પરિવહન ખર્ચમાં નોંધપાત્ર બચત કરવામાં મદદ થશે અને આ બચેલાં નાણાં તેઓ વેપારના વિકાસમાં ઉપયોગ કરી શકશે.


ગુજરાત ઈલેક્ટ્રિક વેહિકલ ધોરણ 2021 ઈવી ઉત્પાદકો અને ગ્રાહકો માટે મોટું પગલું છે. તેનું લક્ષ્ય કાર્બન ઉત્સર્જન ઓછું કરવા સાથે યુવા વેપાર સાહસિકોને ઈલેક્ટ્રિક મોબિલિટીના ક્ષેત્રમાં સાહસ ખેડવા પ્રોત્સાહન પણ મળશે. પેટ્રોલપંપો ખાતે ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવા માટે

આકર્ષક તક આપીને સરકાર મોટે પાયે ઈવી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને બહતેર બનાવી રહી છે. તેનાથી સરકાર દ્વારા કરાયેલા ઘોષણા અનુસાર આગામી ચાર વર્ષમાં કાર્બનડાયોક્સાઈડ ઉત્સર્જનઆશરે છ લાખ ટન ઓછું કરવામાં મદદ પણ થશે. સબસિડિયરીમાં સુધારણાને લીધે તળિયાના સ્તરના વધુ ખરીદદારોને પહોંચ વધુ બહેતર બનીને એમ્પિયર ઈલેક્ટ્રિક સ્કૂટરો તેઓ પણ ડ્રાઈવ કરી શકશે અને ફૂલીફાલી શકશે.

Advertisement

ALSO READ

The post જલ્દી કરો / સરકારે સબસિડી જાહેર કર્યા પછી આ કંપનીના સ્કૂટર ગુજરાતમાં મળી રહ્યા છે, 50 હજારથી પણ ઓછી કિંમતમાં appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next