Advertisement

બોલીવૂડના સુપર સ્ટાર અમિતાભ બચ્ચને મુંબઈમાં એક નવો ડુપ્લેક્ષ ફલેટ ખરીદ્યો, 27માં માળએ આવેલા ફ્લેટની આટલા કરોડ છે કિંમત

03:47 PM May 28, 2021 | Dhruv Brahmbhatt |
Advertisement

GSTV

બોલીવૂડના સુપર સ્ટાર અમિતાભ બચ્ચને મુંબઈમાં એક નવું મકાન ખરીદ્યું છે અને તેની કિંમત 31 કરોડ રૂપિયા થવા જાય છે. એક વેબસાઈટના અહેવાલ પ્રમાણે અમિતાભ બચ્ચને ડુપ્લેક્ષ ફલેટ ખરીદયો છે. બીગ બીએ આ પ્રોપર્ટી આમ તો ડિસેમ્બર 2020માં ખરીદી હતી પણ તેનું રજિસ્ટ્રેશન ગયા મહિને કરાવ્યું છે. તેના પર અમિતાભે 62 લાખ રુપિયા સ્ટેમ્પ ડ્યુટી ચુકવી છે. મકાનની કિંમતના બે ટકા લેખે સ્ટેમ્પ ડ્યૂટી ચુકવાતી હોય તો તે પ્રમાણે આ પ્રોપર્ટીની કિંમત 31 કરોડ રૂપિયા થવા જાય છે.

મહારાષ્ટ્ર સરકારે કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે સ્ટેમ્પ ડ્યૂટીમાં છુટ આપી છે અને તેનો ફાયદો અમિતાભ બચ્ચનને પણ મળ્યો છે. આ ડુપ્લેક્ષ સાથે એક નહીં પણ 6 કાર પાર્ક કરવાની જગ્યા મળી છે. 28 માળની ઈમારતમાં બચ્ચને ખરીદેલો ડુપ્લેક્ષ 27 માં માળે છે.

સંક્રમણની વચ્ચે લક્ઝરી એપાર્ટમેન્ટનું વેચાણ વધી ગયું

અહેવાલ પ્રકાશિત કરનાર વેબસાઈટનું કહેવું છે કે, સંક્રમણની વચ્ચે લક્ઝરી એપાર્ટમેન્ટનું વેચાણ વધી ગયું છે. આ દરમિયાન સંખ્યાબંધ સેલિબ્રિટિઝ, બિઝનેસમેન અને પ્રોફેશનલ્સે પ્રોપર્ટીમાં રોકાણ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, અમિતાભ પાસે પહેલેથી જ જુહુમાં બે બંગલા છે. પ્રતિક્ષા અને જલસા નામના આ બંને બંગલા દેશમાં પણ પ્રખ્યાત છે. કોરોના સંક્રમણની શરુઆત પહેલા દર રવિવારે અમિતાભ જુહુમાં પોતાના બંગલાની બહાર ચાહકોને એક ઝલક પણ આપતા હતાં. જો કે કોરોનાના કારણે આ પરંપરા હાલમાં તેમણે બંધ કરેલી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Advertisement

The post બોલીવૂડના સુપર સ્ટાર અમિતાભ બચ્ચને મુંબઈમાં એક નવો ડુપ્લેક્ષ ફલેટ ખરીદ્યો, 27માં માળએ આવેલા ફ્લેટની આટલા કરોડ છે કિંમત appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next