Advertisement

શહેરમાં રખડતા ઢોર અને બિસ્માર રસ્તાઓ મામલે AMCની કામગીરી, ગુજરાત હાઇકોર્ટમાં રજુ કર્યો 17.40 લાખનો એક્શન ટેકન રિપોર્ટ

10:45 PM Oct 28, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

રખડતા ઢોર તેમજ બિસ્માર રોડ રસ્તાને અંગે હાઇકોર્ટમાં સુનાવણી ધરાઇ. જેમાં હાઇકોર્ટમાં AMCએ એક્શન ટેકન રિપોર્ટ રજૂ કર્યો. જેમાં એએમસીએ કરેલી કાર્યવાહી જણાવી જેમાં રખડતા ઢોર અંગે 17 લાખ 40 હજારનો દંડ વસુલ્યો. તેમજ રોડ રસ્તાના સમારકામની કામગીરી શરૂ કરી દેવાઈ હોવાની વાત કરી.

આ ઉપરાંત રસ્તા સારા બને માટે અધિકારીઓ ધ્યાન રાખી રહ્યા છે. બે મહિનામાં 3476 મેટ્રિક ટન હોટમિક્સનો ઉપયોગ કર્યો હોવાનું તેમજ જનતાને હાલાકી ન પડે માટે AMC એક્શન લઈ રહી હોવાની વાત કરી. આ અંગે હાઇકોર્ટમાં આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરાશે

અમદાવાદમાં રખડતા ઢોર મામલે આંખરે તંત્ર કામગીરી તરફ વળ્યું છે. મનપાએ સી. આર. પાટીલની ટકોર બાદ રખડતા ઢોર પકડવાની કામગીરી બમણી કરી છે. છેલ્લા 27 દિવસમાં AMCના CNCD વિભાગે 2 હજાર કરતા વધુ રખડતા ઢોર પકડયા છે. રખડતા પશુ મામલે 160 પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. 9 ટીમો બનાવીને ઢોર પકડવાની કામગીરી ચાલી રહી છે. 10 દિવસમા 1 હજાર 275 ઢોર પકડવામાં આવ્યા છે. એપ્રિલ મહિનાની સરખામણીમાં ઢોર પકડવાની કામગીરી 4 ગણી વધી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

The post શહેરમાં રખડતા ઢોર અને બિસ્માર રસ્તાઓ મામલે AMCની કામગીરી, ગુજરાત હાઇકોર્ટમાં રજુ કર્યો 17.40 લાખનો એક્શન ટેકન રિપોર્ટ appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next