Advertisement

રથયાત્રા/ મહાપાલિકાએ શરૂ કરી મકાનોનું સર્વે: 294 ભયજનક મકાનો, ખાડિયામાં સૌથી વધુ 135 જોખમી ઇમારતો

07:42 PM Jun 12, 2021 | Pritesh Mehta
Advertisement

GSTV

આ વર્ષે પણ અમદાવાદમાં રથયાત્રા યોજાશે કે નહીં તે અંગે હજુ મંથન ચાલી રહ્યું છે. પરંતુ, અમદાવાદ મહાનગરપાલિકા તૈયારીઓ કરી રહી છે. કોર્પોરેશને રથયાત્રાના રૂટ ઉપર આવતા મકાનોનો સર્વે કરી 294 મકાનો ભયજનક જાહેર કર્યા છે. અને આવા મકાનમાલિકોને નોટિસ આપી છે. સૌથી વધુ 135 ભયજનક મકાન ખાડિયામાં છે.

અમદાવાદમાં દર વર્ષે અષાઠી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા રંગેચંગે નીકળે છે. જોકે કોરોના મહામારીને કારણે પાછવા વર્ષે રથયાત્રા રદ કરાઇ હતી. તો આ વખતે પણ કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાને લઈ રથયાત્રા કાઢવી કે નહીં તે અંગે અવઢવ છે.

12 જુલાઇએ ભગવાન નગરચર્યાએ નીકળશે કે કેમ તે અંગે હજુ અનિશ્ચિત છે. પરંતુ મંદિર ટ્રસ્ટ, પોલીસ વિભાગ અને અમદાવાદ કોર્પેરશન તૈયારીઓ કરી રહ્યું છે. રથયાત્રાનો રૂટ શહેરના કોટ વિસ્તારમાં છે. જ્યાં અનેક જૂના અને જર્જરિત મકાનો હયાત છે. જેનો સર્વે કરીને કોર્પોરેશને આવા મકાનમાલિકોને રિપેરિંગ કરાવવા અથવા ઉતારી લેવા નોટિસ આપી છે.

જોકે કેટલાક મકાનો ભાડે આપેલા હોવાથી તો કેટલાક મકાનોની કોર્ટમાં મેટર ચાલતી હોવાથી રીપેરીંગ કરવામાં આવતા નથી, આવા મકાનોને કારણે રથયાત્રા વખતે કોઇ દુર્ધટના થવાની સંભાવનાઓ વધી જાય છે. જે ન થાય તે માટે કોર્પોરેશને સર્વે કરીને 291 મકાનોને ભયજનક જાહેર કર્યા છે. રથયાત્રાના રૂટમાં આવતા વોર્ડ પ્રમાણે ભયજનક મકાનોની સંખ્યા જોઈએ તો ખાડિયા-2માં 135, ખાડિયા-1માં 50, જમાલપુરમાં 12, દરિયાપુરમાં 86, શાહપુરમાં 5 તો શાહીબાગમાં 6 મકાનો ભયજનક છે.

Advertisement

ભયજનક મકાનોની બાબતમાં કોર્પોરેશન નખ વગરના સિંહ જેવુ છે. તંત્ર દર વર્ષે નોટિસ આપીને સંતોષ માની લે છે. પણ કોઈ કડક કાર્યવાહી કરતું નથી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post રથયાત્રા/ મહાપાલિકાએ શરૂ કરી મકાનોનું સર્વે: 294 ભયજનક મકાનો, ખાડિયામાં સૌથી વધુ 135 જોખમી ઇમારતો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next