Advertisement

અમદાવાદીઓ પાર્કિંગ ચાર્જ ચુકવવા તૈયાર રહેજો: સરકારે AMCની પોલીસીને આપી મંજૂરી, આ જગ્યાઓ પર વાહન કરવા માટે ચુકવવા પડી શકે છે રૂપિયા

09:42 PM Oct 25, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમા પાર્કીગ પોલીસીનો અમલીકરણ કરવામા આવશે. સરકારે AMC દ્વારા તૈયાર કરેલી પાર્કિંગ પોલીસીને મંજૂરી આપી દીધી છે. પાર્કિંગ પોલીસી અંતર્ગત શહેરમાં હાઈ ડિમાન્ડ પાર્કિંગ ઝોન, મિડિયમ ડિમાન્ડ પાર્કિંગ ઝોન અને લો ડિમાન્ડ પાર્કિંગ ઝોન અંતર્ગત પાર્કિંગ પ્લાન બનાવાશે.

હાઈડિમાન્ડ પાર્કિંગ ઝોનમાં ટ્રાફીકથી ધમધમતા વિસ્તારો જેવા કે ઇન્કમટેક્ષ, આશ્રમ રોડ, સી.જી રોડ, 120 ફૂટ રિંગ રોડ તથા રીલીફ રોડ, લાલ દરવાજા જેવા કોટ વિસ્તારના મુખ્ય રોડ વગેરે હશે. મિડિયમ ડિમાન્ડમાં પાર્કિંગ રોડમાં 132 ફૂટ રિંગ રોડ, એસજી હાઈવે વગેરે જેવા રસ્તાનો સમાવેશ કરાશે.

જ્યારે લો ડિમાન્ડ પાર્કિંગ રોડમાં એસ.પી રિંગ રોડની આજુબાજુના વિસ્તારો, સોસાયટીઓના ઈન્ટર્નલ રોડ વગેરે રહેશે. પાર્કીગ માટેનો ચાર્જ પણ પાર્કીગ ઝોન પ્રમાણે રહેશે. પબ્લિક પાર્કિંગની સુવિધાઓને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવશે. 1. ઓન સ્ટ્રીટ પાર્કિંગ અને 2. ઓફ સ્ટ્રીટ પાર્કિંગ. જેમાં ઓન સ્ટ્રીટ પાર્કિંગમાં સમગ્ર શહેરના રસ્તાઓ પૈકી જરૂર જણાય એ મુખ્ય રસ્તાઓ પર પાર્કિંગ માટેના લોકેશન શોધીને ‘પે એન્ડ પાર્ક’ તરીકે જાહેર કરાશે. આ માટે વધારે પહોળાઈના રસ્તાઓ, ટ્રાફિકની અવરજવર તથા સ્થળની સ્થિતિ જેવાં પાસાઓ ધ્યાનમાં લેવાશે.

જ્યારે ઓફ સ્ટ્રીટ પાર્કિંગમાં મુખ્યત્વે સર્ફેસ પાર્કિંગ, મલ્ટીલેવલ પાર્કિંગ, મિકેનિકલ પાર્કિંગ, અંડર ગ્રાઉન્ડ પાર્કિંગ, ટેરેસ પાર્કિંગ વગેરેનો સમાવેશ થાય છે. વાહન માલિકોને નિયત જગ્યાએ વાહન પાર્ક કરવા માટેમાસિક/ત્રિમાસિક/છ માસિક/ વાર્ષિક ધોરણે પાસ અપાશે. કોર્પોરેશન દ્વારા જરુર પડે વધારાના પાર્કીંગ પ્લોટ ઉભા કરાશે અને ખાનગી પ્લોટ પણ પાર્કીગ તરીકે લેવાશે.

Advertisement

કોર્પોરેશન દ્વારા પાર્કીંગ પોલીસીમાટે એક કમિટી બનાવામા આવશે. જેમા ટ્રાફીક પોલીસ આરટીઓના અધિકારી તેમજ અન્ય લોકો હશે અને તેઓ પાર્કીગ ચાર્જ સહિતની બાબત નક્કી કરશે. આ પોલીસીનો અમલ આગામી વર્ષથી થાય તેવી શક્યતા સેવાઇ રહી છે.

Read Also

The post અમદાવાદીઓ પાર્કિંગ ચાર્જ ચુકવવા તૈયાર રહેજો: સરકારે AMCની પોલીસીને આપી મંજૂરી, આ જગ્યાઓ પર વાહન કરવા માટે ચુકવવા પડી શકે છે રૂપિયા appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next