Advertisement

કેવી રીતે જાગે તંત્ર? ફૂડ સેફ્ટી ઇન્સ્પેકટરની 25 માંથી 9 જગ્યાઓ ખાલી, કામગીરી પર અસર

10:24 PM Oct 18, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

અમદાવાદ શહેરમાં થતી ખાદ્ય ચીજોની ભેળસેળની તપાસ માટે કોર્પોરેશન દ્વારા ફૂડ સેમ્પલ લેવાની કામગીરી કરતા ફૂડ સેફ્ટી ઇન્સ્પેકટરની 9 જગ્યાઓ છેલ્લા ઘણા સમયથી ખાલી છે. હાલની સ્થિતીએ મંજુર કરાયેલી 25 જગ્યામાંથી કુલ 16 જગ્યાઓ ભરાઇ છે જ્યારે બાકીની 9 જગ્યા ખાલી હોવાથી ફૂડ વિભાગની કામગીરી પર તેની સ્પષ્ટપણે અસર જોવા મળે છે.

ફૂડ સેફ્ટીના નિયમ મુજબ દર એક લાખની વસ્તીએ એક ફૂડ સેફ્ટી ઇન્સપેક્ટર હોવા જોઇએ. આમ અમદાવાદની 65 લાખની વસ્તીએ 65 ઇન્સ્પેકટર હોવા જોઇએ. આ નિયમ વર્ષ 2006માં લાગુ થયો હોવા છતા કોર્પોરેશનમાં તેનુ અમલીકરણ કરવામા આવ્યુ નથી.

તંત્ર પાસે 25નું મહેકમ છે. વળી જે સ્ટાફ છે તેમાથી ઘણીવાર સરકારી કાર્યક્રમ-કોર્ટમાં વ્યસ્ત હોય છે. આ અગે તંત્રનુ કહેવુ છે કે જે તે વિભાગને ખાલી જગ્યા ભરવા રજુઆત કરવામા આવી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

The post કેવી રીતે જાગે તંત્ર? ફૂડ સેફ્ટી ઇન્સ્પેકટરની 25 માંથી 9 જગ્યાઓ ખાલી, કામગીરી પર અસર appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next