Advertisement

વિકાસના નામે મીંડું / બોપલ ઘુમાના નાગરિકોની આશાઓ નીકળી ઠગારી, એક નહિ અનેક પ્રાથમિસ સુવિધાઓના અભાવમાં જીવે છે જનતા

10:09 PM Oct 17, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

અમદાવાદનો બોપલ ઘુમા વિસ્તાર મનપામાં સામેલ છતાં વિકાસ માત્ર કોર્પોરેશનનો થયો છે. પ્રજાની સમસ્યાઓતો ઠેરની ઠેર રહી છે. કરોડોના ટેક્ષ ભરવા છતાં બોપલ ઘુમામાં પ્રાથમિક સુવિધાના નામે લોકોને માત્ર મીંડુ જ મળ્યું છે. બોપલ ઘુમા વિસ્તાર અમદાવાદ મહાનગરપાલિકામાં ભળ્યો ત્યારે રહીશોને આશા હતી કે તેઓની સારી પ્રાથમિક સુવિધા મળશે. પરંતુ લોકોની આશા ઠગારી નીવડી છે લોકો લાઈટ પાણી રસ્તા જેવી પાયાની સુવિધા લઈને ફરિયાદ કરી રહ્યા છે. બોપલ ઘુમા વિસ્તાર અગાઉ નગરપાલિકામાં હતો કોર્પોરેશનની ચૂંટણી પહેલાં સીમાંકનમાં આ વિસ્તારને મહાનગર પાલિકામાં ભેળવી દેવામાં આવ્યો.

મહાનગરપાલિકામાં સમાવિષ્ટ કર્યા બાદ અમદાવાદ કોર્પોરેશન દ્વારા લોકોને સારી સુવિધા આપવાની વાત કરવામાં આવી હતી. પરંતુ કોર્પોરેશનમાં સમાવિષ્ટ થયા બાદ અહીં શું સ્થિતી છે તે દર્શાવવા આ દ્રશ્યો પૂરતા છે. અહીં જ્યાં જુઓ ત્યાં રસ્તામાં ખાડા છે તો વરસાદી પાણી અને ઉભરાતી ગટરોના કારણે સ્થાનિકો પરેશાન બની ગયા છે.

અમદાવાદ કોર્પોરેશનના દાવા ગપ્પુ જેવાં જ સાબિત થયા છે. કેમ કે આજે આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓની ઉણપ જોવા મળે છે. લોકોનું કહેવું હે કે કોર્પોરેશનની હદમાં આવતા મિલ્કતવેરામાં વધારો થયો છે પણ સુવિધામાં વધારો થયો નથી. જ્યાં જુઓ ત્યાં બિસમાર રસ્તાઓ તો સાથે જ વરસાદ હોય કે ના હોય ગટરનું પાણી રસ્તા પર દેખાય જ છે. બોપલ-ઘુમાથી શેલા તરફ જતા માર્ગ પર આવેલા મકાનોના રહીશો સૌથી વધુ ત્રસ્ત છે.

અહીં મુખ્ય રોડ બનાવી દેવામાં આવ્યો છે પરંતુ હજુ સુધી સ્ટ્રીટ લાઇટો પણ નાખવામાં આવી નથી. જેના કારણે રાત્રિના સમયે બોપલ અને ઘુમામાં અંધેર નગરી જેવા દ્રશ્યો જોવા મળે છે. આ અંગે તંત્રનું કહેવું છે કે નવા ભળેલા વિસ્તારોમાં વિકાસ કામો ચાલુ છે અને આગામી દિવસોમાં લોકોની સમસ્યા દૂર થશે. અમદાવાદ કોર્પોરેશનથી જૂના વિસ્તારોની સંભાળતો લેવાતી નથી. વર્ષોથી કોર્પોરેશનમાં ભળેલા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે ત્યારે આવી સ્થિતીમાં નવા ભળેલા બોપલ ઘુમા વિસ્તારના ભાગ્ય ક્યારે ખુલશે તે કહેવું મુશ્કેલ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Advertisement

The post વિકાસના નામે મીંડું / બોપલ ઘુમાના નાગરિકોની આશાઓ નીકળી ઠગારી, એક નહિ અનેક પ્રાથમિસ સુવિધાઓના અભાવમાં જીવે છે જનતા appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next