Advertisement

લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર માં અંબાજી મંદિરને લઇ સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, બ્રહ્મસમાજમાં ખુશીનો માહોલ

07:19 PM Feb 09, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

દેશ-વિદેશના લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમા ધામ અંબાજીમાં આજથી મા અંબાની પાવડી પૂજા ફરી શરૂ થઇ છે. માતાજીની પાવડી પૂજાનું અનેરું મહાત્મ્ય રહેલું છે. બ્રાહ્મણ સમાજના લોકો વર્ષોથી માતાજીની પાવડી પૂજા કરતા આવ્યાં છે. પરંતુ કોરોનાની મહામારીને કારણે અંબાજી મંદિરમાં પાવડી પૂજા બંધ કરી દેવામાં આવી હતી. ત્યારે હવે પાવડી પૂજા ફરીથી શરૂ થતાં બ્રાહ્મણ સમાજમાં આનંદની લાગણી છવાઇ ગઇ છે.

ઉલ્લેખનીય છે કે, બ્રહ્મ સમાજમાં પાવડી પૂજા ચાલુ કરવાની માંગ ઉઠી હતી ત્યારે હાલમાં બનાસકાંઠા સહિત સમગ્ર રાજ્યમાં કોરોના મહામારી ઓછી થતા અને બ્રહ્મ સમાજની માંગણીને ધ્યાનમાં રાખી અંબાજી મંદિર વહિવટદ્વાર દ્વારા આજથી પાવડી પૂજા શરૃ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

કોરોનાની મહામારીને કારણે ઇતિહાસમાં પ્રથમ વખત માતાજીની પાવડી પૂજા બંધ રખાઇ હતી

બ્રહ્મસમાજ દ્વારા રાજ્ય સરકારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. કોરોનાની મહામારીના સમયગાળા દરમ્યાન સંક્રમણ વધી ન જાય તે હેતું સર રાજ્ય સરકાર દ્વારા માતાજીને જે પાવડી પુજા કરવામાં આવતી હતી તેને બંધ કરવામાં આવી હતી. પરંતુ જેમ જેમ સમય વિતતો ગયો અને આ મહામારી અંકુશમાં આવતી ગઇ તેમ છતાં સરકાર દ્વારા માત્રને માત્ર આ ધાર્મિક વિધિમાંજ સંક્રમણ વધી જાય છે. એકઠા થતા હતા ત્યાં કેમ કોઇ કાર્યવાહી કરવામાં ન આવી વળી આ પાવડી પુજા દાંતા સ્ટેટ સમયથી બ્રાહ્મણો માતાજીને રીઝવવા અને વિશ્વકલ્યાણ તેવો તેનો ઉદ્દેશ હોવા છતાં ઇતિહાસમાં પ્રથમ વાર આ પાવડી પુજાને બંધ કરવામાં આવતાં સમસ્ત બ્રહ્મસમાજમાં આક્રોશ વ્યાપી જવા પામ્યો હતો. જેના પગલે બ્રહ્મસમાજના વિવિધ સંગઠનો દ્વારા આવેદનપત્રો આપવામાં આવ્યાં હતાં. જેના પગલે આજ રોજ સરકાર દ્વારા પુનઃપાવડી પુજા ચાલુ કરવાનો આદેશ કરાતાં સમસ્ત બ્રહ્મસમાજમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.

પાવડી પુજાનો સમય

સવારે 8:30 થી 10:30

Advertisement

બપોરે 1:30 થી 2:30 રાબેતા મુજબ ચાલુ રહેશે.

બ્રહ્મસમાજમાં ખુશીનો માહોલ

કોરોના મહામારીને લઈને અંબાજી મંદિરના ગર્ભગૃહમાં ભૂદેવો દ્વારા કરવામાં આવતી માતાજીની પાવડી બંધ કરવામાં આવી હતી ત્યારે હાલમાં કોરોનાની મહામારી ઓછી થતા ફરીથી માતાજીની પાવડી પૂજા શરૃ કરવામાં આવી છે જેને લઇ અંબાજી શહેર સહિત સમગ્ર ગુજરાતના ભૂદેવોમાં આનંદની લાગણી વ્યાપી હતી

મહામારી દૂર થતાં પાવડી પૂજા શરૂ કરાઇ :વહીવટદાર

અંબાજી મંદિરના વહીવટદાર ચાવડાએ જણાવ્યું હતું કે કોરોનાની ગાઇડ લાઇનને લઈને મંદિરમાં પાવડી પૂજા બંધ કરાવી હતી ત્યારે આજે કોરોના મહામારી ઓછી થતા અને બ્રહ્મ સમાજની માંગણીને ધ્યાને લઇ પાવડી પૂજાની મંજૂરી આપવામાં આવી છે.

શું છે પાવડી પૂજા?

અંબાજી મંદિરના ગર્ભગૃહમાં રાખવામાં આવેલ માતાજીની પાવડીઓની પૂજા કરવામાં આવે છે તેને પાવડી પૂજા કહે છે.

READ ALSO :

The post લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર માં અંબાજી મંદિરને લઇ સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, બ્રહ્મસમાજમાં ખુશીનો માહોલ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next