Advertisement

અંબાજી: ભાદરવી પૂનમ નિમિત્તે જુઓ કેવી રોશની ફેલાઈ મા અંબાના મંદિરે

04:37 PM Sep 24, 2018 | Karan |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

આવતીકાલે ભાદરવી પૂનમે યાત્રાધામ અંબાજીમાં મા અંબાનાં દર્શન કરીને લોકો પરત પોતાના ઘેર ફરશે અને માતાની કૃપા અનુભવ કરશે. માતાના ધામમાં આવનારા લોકો માટે તંત્ર દ્વારા બસ, નિવાસ સ્થાન ભોજન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાલ તંત્ર ખડે પગે હતું, અને ભકતોએ દરેક વ્યવસ્થાનો યથાયોગ્ચ ઉપયોગ કરતા તંત્રનો આભાર પણ માન્યો.

પરંતુ આ બધામાં સૌથી ઘ્યાન ખેંચનાર બાબત હતી તો માતાના મંદિર પર તેમજ આસપાસ કરેલ લાઇટીંગ હતી. તેને જોઇને લાઇનમાં ઉભેલા ભકતો થોડીવાર માટે પોતાનો થાક ભૂલીને તેનો આનંદ માણતા હતા. લાઇટીંગ સાથે ફૂવારા ઝુમ્મરો પર કરાયેલ લાઇટીંગ નાના મોટા સૌને મોહિત કરી દીધા હતા.

Advertisement

લાઇટીંગમાં બનતા અલગ અલગ પ્રકારના ચકકરો, વિવિધ આકારો, ફૂલ પાંદડી તેમજ ફ્રી હેન્ડની ડિઝાઇન તો ખાસ કરીને બાળકો માટે ભારે કુતૂહલ વાળી બાબત હતી. જીલ્લા વહીવટી તંત્ર તથા અંબાજી મંદિર ટ્રસ્ટ સહિત વીજ તંત્રએ પોતાની નિષ્ઠાપૂર્વક જવાબદારી નીભાવીને લોકોની વાહવાહી મેળવી.

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

The post અંબાજી: ભાદરવી પૂનમ નિમિત્તે જુઓ કેવી રોશની ફેલાઈ મા અંબાના મંદિરે appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next