Advertisement

હડાદથી અંબાજી તરફ જતી લક્ઝરી બસ લૂંટાઇ, લૂંટારૂઓ ફરાર

03:33 PM Aug 02, 2019 | Yugal Shrivastava |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

અંબાજી જતી લક્ઝરી બસમાં વહેલી સવારે લૂંટની ઘટના બની છે. હડાદથી અંબાજી તરફ વહેલી સવારે ગુજરાત ટ્રાવેલ્સની આ લક્ઝરી બસ જઇ રહી હતી ત્યારે લૂંટાઇ છે.

બસ પર પહેલા પથ્થરમારો કરાયો હતો. જેમાં ડ્રાઇવર ઘાયલ થતા બસ સાઇડમાં ઉતરી ગઇ હતી. બાદમાં પંદરથી સોળ જેટલા લૂંટારૂઓએ બસને ઘેરી લઇને મુસાફરોને લૂંટ્યા હતા. આ લૂંટ બાદ તેઓ ફરાર થઇ ગયા હતા. તો બસ સાઇડમાં ઉતરી જતા મુસાફરો ઘાયલ પણ થયા હતા. ઇજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે અંબાજીની કોટેજ હોસ્પિટલમાં ખસેડાયા હતા.  ગભરાયેલા મુસાફરોએ તેમની પાસેની રોકડ બસમાંથી બહાર ફેંકીને લૂંટારૂઓને આપી હતી. અંદાજે પચાસેક હજાર રૂપિયાની આ લૂંટ હતી. આ ઘટના બાદમાં ગુજરાત એસટી બસ પર પથ્થરમારો કરાયો હતો. લૂંટારૂઓએ સાતેક જેટલા વાહનો પર પથ્થરમારો કર્યો હતો. દરમિયાન પોલીસ પહોંચી જતા મોટી લૂંટની ઘટના બનતા અટકી હતી.

અેકાઅેક બનેલી ઘટનાથી તમામ પેસેન્જર્સ ગભરાઈ ગયા હતા. પોલીસે તાકીદે પહોંચતાં લૂટારાઅો ફરાર થઈ ગયા હતા. અેકાઅેક હુમલાથી બચવા લોકોઅે પૈસા અને દાગીના બસમાંથી નીચે ફેંકી દીધા હતા. અા પ્રકારની ઘટનાઅો અહીં અવાર-નવાર બનતી હોવાથી પોલીસે પણ હવે વધુ અેલર્ટ બનવાની જરૃર છે. અંબાજી અે પવિત્ર યાત્રાધામ હોવાથી મોટાપાયે લોકો દર્શન માટે જતા હોય છે. હડાદની અાસપાસ ઢાળ મોટા હોવાથી વાહનોની અોછી સ્પીડનો અાદીવાસીઅો લૂટ માટે ઉપયોગ કરે છે.

Advertisement

The post હડાદથી અંબાજી તરફ જતી લક્ઝરી બસ લૂંટાઇ, લૂંટારૂઓ ફરાર appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next