Advertisement

ફાયદાની વાત: કોઈ પણ પ્રકારના ચાર્જ વગર આ બેંક આપી રહી છે ફ્રીમાં ક્રેડિટ કાર્ડ, 16 કરોડથી વધુ પ્રોડક્ટ ખરીદી શકશો

11:38 AM Jul 07, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

જો આપ પણ નવુ ક્રેડિટ કાર્ડ અથવા તો જૂના ક્રેડિટ કાર્ડને આઈસીઆઈસીઆઈના ક્રેડિટ કાર્ડને અપગ્રેડ કરવા માગો છો, તો આ એકદમ યોગ્ય સમય છે. આવુ એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે, આઈસીઆઈસીઆઈએ બેંકના ક્રેડિટ કાર્ડ મફતમાં એ પણ કોઈ ચાર્જ વગર આપી રહ્યા છે.

ICICI બેંક અને Amazon Pay સાથે મળીને અત્યાર સુધીમાં 20 લાખ ક્રેડિટ કાર્ડ જાહેર કર્યા છે. આ કાર્ડ 2018માં લોન્ચ કરવામાં આવ્યુ હતું. બેંકના જણાવ્યા અનુસાર આ કાર્ડના ફાયદાના કારણે આટલુ ઝડપી 20 લાખ કાર્ડ વેચાયા છે. બેંકનું કહેવુ છે કે આ કાર્ડ પર મળતા ફાયદાના કારણે કાર્ડ ઝડપી વેચાયા છે.

વીડિયો કેવાઈસી દ્વારા મળનારૂ પ્રથમ કાર્ડ

અમેઝોન ઈંડિયાના રજીસ્ટર્ડ કસ્ટમર્સ ઈચ્છે તો આઈસીઆઈસીઆી બેંકના ગ્રાહક નથી, દેશમાં કોઈ પણ કાર્ડ દ્વારા ડિજીટલ રીતે અરજી શકી શકે છે. આ ભારતમાં પ્રથમ ક્રેડિટ કાર્ડ છે. જે જૂન 2020માં ગ્રાહકો માટે વીડિયો કેવાઈસીની સુવિધા આપે છે. ક્રેડિટ કાર્ડની બિલીંગ સાઈકિલની તારીખ બાદ અમેઝોન પે બેલેન્સ રિવોર્ડ પોઈન્ટ ક્રેડિટ કરવામાં આવે છે. આ ક્રેડિટ પોઈન્ટ 16 કરોડથી વધારે પ્રોડક્ટ ખરીદવા પર ઉપયોગ કરી શકાય છે.

આ ક્રેડિટ કાર્ડના ફિચર્સ

કોઈ પણ પ્રકારના જોઈનિંગ અથવા વાર્ષિક ચાર્જ વગર આજીવન ક્રેડિટ કાર્ડ ફ્રીમાં મળવાની ઓફર કરી રહ્યા છે.
ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર ઢગલાબંધ રિવોર્ડ પોઈન્ટ મળશે.
અમેઝોનના પ્રાઈમ મેમ્બર્સને 5 ટકા રિવોર્ડ પોઈન્ટ મળશે. અમેઝોન ડોટ ઈન પર ખરીદી કરનારા તમામ ગ્રાહકોને 3 પોઈન્ટ મળશે.
અમેઝોન ડિજીટલ કેટેગરીમાં ખર્ચ કરવાથી 2 ટકા રિવોર્ડ પોઈન્ટ મળશે. જે બિલ પેમેન્ટ, રિચાર્જ વગેરેમાં મળશે.
સ્વિગી, બુક માઈ શો પર યાત્રા કરવા પર 2 ટકા ડિસ્કાઉંટ ઓફર મળશે.

Advertisement

READ ALSO

The post ફાયદાની વાત: કોઈ પણ પ્રકારના ચાર્જ વગર આ બેંક આપી રહી છે ફ્રીમાં ક્રેડિટ કાર્ડ, 16 કરોડથી વધુ પ્રોડક્ટ ખરીદી શકશો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next