Advertisement

ખાસ વાંચો / જાણો કપૂરની આ ઘરગથ્થુ રીતથી થતા ફાયદાઓ વિશે, આ સમસ્યાઓમાં મળશે રાહત

03:38 PM Feb 21, 2021 | Mansi Patel |
Advertisement

GSTV

કપૂરનો ઉપયોગ સામાન્યરીતે પૂજા-હવનમાં કરવામાં આવે છે. પરંતુ, શું તમે જાણો છો કે, કપૂરનો ઉપયોગ અન્ય કેટલાક પ્રકારે પણ કરવામાં આવે છે. આયૂર્વેદમાં કપૂરના ઉપયોગને કીટાણુનાશક અને હવા શોધક રીતે માનવામાં આવે છે.

ઘરમાં તાજગી માટે કપૂર

તમને ઘરમાં અજીબ સ્મેલ આવી રહી છે તો, ઘરમાં કપૂર સળગાવીને સમગ્ર ઘરમાં ફેરવો, તેનાથી માત્ર આસપાસ જ નહિ પરંતુ, હવા સાફ રહશે તેમજ ઘરમાં પણ તાજગી દેખાશે.

ત્વચાની રક્ષા

કપૂરનો એક ગુણ એ પણ છે કે તે ત્વચાની પૂર્ણ સંભાળ રાખે છે. અને પિંપલ, ખીલ, દાગ , ફોડલા જેવી સમસ્યાઓને આસપાસ ફરકવા પણ નથી દેતુ. જેના માટે તમારે પ્રતિદિન તેનું તેલ તમારા ચહેરા પર લગાવવુ પડશે.

વાળને મજબુત બનાવે છે

કપૂરનુ તેલ વાળ માટે ખૂબ લાભકારી માનવામાં આવે છે. કપૂરના તેલને કોઈ અન્ય સુંગઘિત તેલ સાથે મિક્સ કરીને વાળમાં લગાવવુ જોઈએ. આવી રીતે કરવાથી વાળના મૂળને મજબુત બનાવે છે. અને વાળ ખરવાની સમસ્યાને દૂર કરે છે.

પગની એડીને ઠીક કરે છે

Advertisement

ઠંડીની ઋતુમાં પગની એડિઓ ફાટી જાય છે. તેનાથી છૂટકારો મેળવવા માટે થોડુ ગરમ પાણી કરો અને તેમાં કપૂરની કેટલીક ગોળીઓ નાંખો, કેટલાક સમય સુઘી પોતાના પગને આ પાણીમાં રાખી બાદમાં તેને સાફ કરી લો. આ ઉપાયને તમે 15 થી 20 દિવસ સુઘી અપનાવો.

ઘાયલ થયેલી સ્થિતીમાં રાહત

રમતી-કૂદતી વખતે શરીર પર ઈજાઓ થવી અથવા હાથ થોડો દાઝી જવો સામાન્ય વાત છે. આ માટે આપણે ઘણીવાર કોઈ એન્ટિબાયોટિક ક્રીમ અથવા દવાઓ વાપરીએ છીએ, પરંતુ તે જગ્યા પર કપૂરનો ઉપયોગ કરો તો, તમને ઝડપથી રાહત મળશે.

read also

The post ખાસ વાંચો / જાણો કપૂરની આ ઘરગથ્થુ રીતથી થતા ફાયદાઓ વિશે, આ સમસ્યાઓમાં મળશે રાહત appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next