Advertisement

Average Height : અભ્યાસમાં થયો ચોંકાવનારો ખુલાસો, ઘટી રહી છે ભારતીય નાગરિકોની સરેરાશ હાઈટ

07:13 PM Oct 18, 2021 | Vishvesh Dave |
Advertisement

GSTV

ભારતીય નાગરિકોની હાઈટ(ઊંચાઈ) અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વર્ષ -દર વર્ષે ભારતીય નાગરિકોની હાઈટમાં ઘટાડો થઈ રહ્યો છે. અભ્યાસમાં થયેલા ખુલાસાઓને કારણે ભારતીયોની હાઈટ ટૂંકી થવી ચિંતાનો વિષય બની ગયો છે. રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભારત સિવાય અન્ય દેશોના લોકોની સામાન્ય હાઈટમાં થોડો વધારો થયો છે. ભારતમાં 1998 થી 2015 સુધી પુખ્ત હાઈટના વલણો: નેશનલ ફેમિલી એન્ડ હેલ્થ સર્વેમાં જોવા મળતા ટ્રેન્ડ ડેટા મુજબ 15 વર્ષથી 50 વર્ષ સુધીના લોકોની હાઈટમાં ઘટાડો થયો છે. મહિલાઓની ઉંમરમાં 0.42 સેમીનો ઘટાડો થયો છે, જ્યારે પુરુષોની હાઈટમાં 1.10 સેમીનો ઘટાડો થયો છે.

ગરીબ પરિવારની મહિલાઓમાં જોવા મળી સમસ્યા

ગરીબ પરિવારમાંથી આવતી મહિલાઓમાં હાઈટમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. સૌથી મોટી સમસ્યા જે હાઈટ વિશે આવી છે તે ગરીબ પરિવારોમાં જોવા મળી છે. સામાન્ય વર્ગની છોકરીની સરખામણીમાં નબળા વર્ગમાંથી આવતી પાંચ વર્ષની છોકરીની હાઈટમાં 2 સેમીનો ઘટાડો જોવા મળ્યો છે.

અભ્યાસમાં આ માહિતી બહાર આવી

અભ્યાસમાં બહાર આવ્યું છે કે “સમગ્ર વિશ્વમાં સરેરાશ હાઈટમાં એકંદર વધારાના સંદર્ભમાં, ભારતમાં પુખ્ત વયની સરેરાશ હાઈટમાં ઘટાડો ચિંતાજનક છે અને તાત્કાલિક તપાસની માંગ કરે છે.” બહુવિધ આનુવંશિક જૂથો તરીકે ભારતીય વસ્તી માટે હાઈટના વિવિધ પરિમાણોના તર્ક ને વધુ તપાસની જરૂર છે.

ALSO READ

Advertisement

The post Average Height : અભ્યાસમાં થયો ચોંકાવનારો ખુલાસો, ઘટી રહી છે ભારતીય નાગરિકોની સરેરાશ હાઈટ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next