Advertisement

અલંગમાં ધમધમાટ/ એક વર્ષમાં 14 ક્રુઝ જહાજો ભાંગવા માટે આવ્યા, જહાજ માલિકોને કોરોના નડતાં બિઝનેસ પડી ભાંગ્યો, પગાર ચુકવવાના પણ નથી પૈસા

08:11 AM Oct 23, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

કોરોના મહામારીએ જહાજ માલિકોને પણ છોડયાં નથી. એશિયાના સૌથી મોટા જહાજવાડા એવા અલંગ શિપ બ્રેકીંગ યાર્ડમાં એક જ વર્ષમાં 14 ક્રુઝ જહાજો ભાંગવા માટે આવ્યા છે. આ યાર્ડમાં વર્ષે એક કે બે ક્રઝ જહાજ આવતા હતા ત્યાં આટલી મોટી સંખ્યામાં ક્રૂઝ જહાજો આવ્યા હોવાથી અલંગનો બિઝનેસ અત્યારે ધમધમી રહ્યો છે. ક્ઝ જહાજો મોજ-મસ્તી અને પ્રવાસન હેતુ પ્રસિદ્ધ હતા.

નવેમ્બર 2020 થી ઓક્ટોબર 2021 દરમ્યાન અલંગમાં 14 યાત્રી જહાજ ભાંગવા માટે આવ્યા છે. કોરોના મહામારીના આ એક જ વર્ષમાં આટલી મોટી સંખ્યા જોવા મળી છે. છેલ્લા એક વર્ષમાં આવેલા કુલ 150 જેટલા જહાજોમાં 10 ટકા ક્ઝ જહાજ છે.

બે યાત્રી જહાજ પૈકી જર્મનીમાં નિર્મિત એમવી બ્લૂફોર્ટ 42 વર્ષ જૂનું રો-રો વેસલ છે અને એમવી રોજર સ્પેનમાં રજીસ્ટર્ડ થયેલું 48 વર્ષ જૂનું છે. બન્ને જહાજોનો ઉપયોગ ક્ઝ ટુરિઝમમાં થતો હતો. આ બન્ને જહાજ ઓક્ટોબર મહિનામાં અલંગ પહોંચ્યા છે. પ્રત્યેક જહાજમાં અંદાજે 400 સ્ટાફ સભ્યો હતા. છેલ્લા દોઢ વર્ષમાં કોરોના મહામારીના કારણે સમુદ્ર પર્યટનને મોટો ફટકો પડતાં કર્મચારીઓને પગાર આપી શકાતો ન હતો કે આ જહાજોની મરામત માટેના પૈસા ન હતા.

તાજેતરમાં અલંગ પહોંચેલા કેટલાક માલવાહક જહાજની સાથે પહોંચેલા આ ક્રઝ જહાજ એટલા મોટા નથી પરંતુ તેમાં એમવી કર્ણિકા લકઝુરિયસ ક્ઝ લાઇનર છે જેનું વજન 31046 લાઇટ ડિસપ્લેસમેન્ટ ટોનેજ (એલટીડી) છે જેમાં 614 ક્રૂ મેમ્બર હતા. કોરોના સંક્રમણના કારણે લોકડાઉન થતાં આ સવસ સ્થગિત થઇ હતી અને જ્યારે લોકડાઉન ખૂલ્યું ત્યારે તે ફરીથી સંચાલનમાં આવવા વિફળ રહ્યું હતું જેથી તેને કોરોનાના બીજા તબક્કા દરમ્યાન અલંગ મોકલી દેવામાં આવ્યું છે.

Advertisement

ચોંકાવનારી બાબત એવી સામે આવી છે કે આ ક્રૂઝ જહાજોના માલિકો કોરોનાના કારણે તેમની આ સંપત્તિ વેચવા માટે મજબૂર બન્યાં છે. ક્રૂઝ ટુરિઝમ બંધ થઇ ગયો હોવાથી તેમની પાસે પગાર ચૂકવવાના અને જહાજની મરામત માટેના રૂપિયા ન હતા.

હજી એક ક્રૂઝ જહાજ અલંગ તરફ આવી રહ્યું છે પરંતુ માનવામાં આવે છે કે તે છેલ્લું ક્રૂઝ જહાજ હશે, કારણ કે હવે કોરોના કેસ ઘટતાં ક્ઝ ટુરિઝમના દ્વાર ફરી ખુલી રહ્યાં છે. ક્રૂઝ જહાજોને જ્યારે ભાંગવામાં આવે છે ત્યારે માલવાહક જહાજોની સરખામણીએ ઓછી માત્રામાં સ્ટીલ હોય છે પરંતુ આ જહાજોની કિંમત લગભગ માલવાહક જહાજો જેટલી હોય છે.

મહામારીના સમયમાં જ્યારે જહાજ ભાંગવા માટે આવ્યા છે ત્યારે તેમાં સ્પેરપાર્ટ્સ અને અન્ય સામાન લદાયેલો હતો. જો કે સામાન્ય સંજોગોમાં જહાજ ભાંગવા માટે આવે છે ત્યારે તેના માલિક વેચાણ પહેલાં સ્પેરપાર્ટ્સ અને અન્ય સામાન કે ફનચર જેવી ચીજવસ્તુ તેમના કામ કરતા જહાજમાં લઇ જતા હોય છે.

READ ALSO

The post અલંગમાં ધમધમાટ/ એક વર્ષમાં 14 ક્રુઝ જહાજો ભાંગવા માટે આવ્યા, જહાજ માલિકોને કોરોના નડતાં બિઝનેસ પડી ભાંગ્યો, પગાર ચુકવવાના પણ નથી પૈસા appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next