Advertisement

અક્ષય કુમારની વધી શકે છે મુશ્કેલી: આગામી ફિલ્મ ‘પૃથ્વીરાજ’ પર કરણી સેનાની નજર, જાણો કેમ આપત્તિ વ્યક્ત કરી

10:37 AM May 30, 2021 | Bansari |
Advertisement

GSTV

અક્ષય કુમારની ફિલ્મ ‘પૃથ્વીરાજ’ની જાહેરાત જ્યારથી થઇ છે, ત્યારથી આ ફિલ્મ ચર્ચામાં છે. આ ફિલ્મ દ્વારા પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર બોલિવુડમાં પદાર્પણ કરશે. પરંતુ ફિલ્મ હવે મુશ્કેલીમાં સપડાઇ ચુકી છે. બોલિવુડ ફિલ્મોને લઇ હંમેશા વિરોધ નોંધાતી કરણી સેનાની નજર ફિલ્મ પર છે. સંગઠને ફિલ્મના ટાઇટલને લઇ આપત્તિ વ્યક્ત કરી છે. અક્ષયની આ ફિલ્મ રાજા રાજપૂત પૃથ્વીરાજ ચોહાણના પર જીવન પર આધારિત છે.

ફિલ્મના નામ પર આપત્તિ

કરણી સેનાના યુવા વિંગના અધ્યક્ષ અને ફિલ્મમેકર સુરજીતસિંહ રાઠોડે જણાવ્યુ કે જ્યારે ફિલ્મ મહાન પૃથ્વીરાજ ચોહાણ પર આધારિત છે, તો તેઓ ફિલ્મનું ટાઇટલ ‘પૃથ્વીરાજ’ કેવી રીતે રાખી શકે છે. અમે ઇચ્છીએ છીએ કે ટાઇટલને તેમના આખા નામમાં બદલી દેવામાં આવે અને તેમને સન્માન આપવામાં આવે. કરણી સેનાએ ટાઇટલ બદલવાની સાથે-સાથે બીજી પણ શરતો રાખી છે.

શરતો સાથે આપી ચેતવણી

કરણી સેનાની માંગ છે કે ફિલ્મની રિલીઝ પહેલા તેમના માટે ફિલ્મની સ્ક્રીનિંગ કરવામાં આવે. સુરજીતસિંહ રાઠોડે ચેતવણી આપતા જણાવ્યું કે જો તેઓ અમારી સલાહ નહીં માને તો, તેમને પરિણામ ભોગવવા પડશે. તેમણે કડક શબ્દોમાં જણાવ્યું કે અગાઉ ‘પદ્માવત’ દરમિયાન સંજય લીલા ભંસાલી સાથે શુ થયુ, તેની બધાને જાણ છે. જો આ વાત પર વિચાર નહીં કરવામાં આવે, તો આ ફિલ્મના નિર્માતાઓને પણ તેના માટે તૈયાર રહેવુ જોઇએ.

મેકર્સના પ્રતિક્રિયાની રાહ જોવાઇ રહી છે

હવે કરણી સેના સાથે ફેન્સ પણ મેકર્સની પ્રતિક્રિયાની રાહ જોઇ રહ્યા છે. અક્ષય કુમારે વર્ષ 2019માં તેના જન્મદિવસે આ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી.

અક્ષય કુમાર-માનુષી છિલ્લર ફિલ્માં નજરે પડશે

Advertisement

ફિલ્મમાં અક્ષય કુમાર લીડ રોડમાં છે. જ્યારે માનુષી છિલ્લર ફિલ્મમાં પૃથ્વીરાજ ચોહાણની પત્ની સંયુકતાની ભૂમિકા નિભાવશે. ફિલ્મનું ડાયરેક્શન ચંદ્રપ્રકાશ દ્વિવેદી કરી રહ્યા છે અને આદિત્ય ચોપડા તેને પ્રોડ્યૂસ કરી રહ્યા છે.

Read Also

The post અક્ષય કુમારની વધી શકે છે મુશ્કેલી: આગામી ફિલ્મ ‘પૃથ્વીરાજ’ પર કરણી સેનાની નજર, જાણો કેમ આપત્તિ વ્યક્ત કરી appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next