Advertisement

BREAKING / આખરે જામનગર આવી પહોંચ્યું ભારતીય દૂતાવાસના કર્મચારીઓને લઇને આવેલું વાયુસેનાનું વિમાન, 120 ભારતીયોને લવાયા સુરક્ષિત

11:32 AM Aug 17, 2021 | Dhruv Brahmbhatt |
Advertisement

GSTV

અફઘાનિસ્તાનમાં રહેલા ભારતીય દૂતાવાસને ઇન્ડિયા લઇને આવી રહેલું વાયુસેનાનું વિમાન આખરે જામનગર પહોંચી ગયું છે. જેમાં 120 લોકોને સુરક્ષિત રીતે પરત લાવવામાં આવ્યાં છે. આ પ્લેન જામનગરમાં ઈંધણ પુરાવી દિલ્હી જવા રવાના થશે.  અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ  ભારતીય નાગરિકોને અફઘાનિસ્તાનમાંથી એરલીફ્ટ કરવામાં આવી રહ્યાં છે. તો બીજી તરફ કાબુલ એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો છે.

દૂતાવાસનું કામ સ્થાનિક અફઘાની કર્મચારીઓને હવાલે કરશે

પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, કાબુલમાં સ્થિતી વણસતા ભારતીય દૂતાવાસે સોમવારના રોજ ત્યાં કામ બંધ કરી દીધુ હતું. તેમણે જણાવ્યુ હતું કે, ભારતીય સ્ટાફ નિકળ્યા બાદ દૂતાવાસના કામને સ્થાનિક અફગાની કર્મીઓના હાથમાં સોંપી દેવામાં આવશે. દેશમાં ફસાયેલા ભારતીયોને કાઢવા માટે ભારતીય વાયુસેનાનું વિમાન સી-17 ગ્લોબમાસ્ટર કાબુલ પહોંચી ગયુ હતું. જો કે, કંઈક ખરાબી થતાં સેના અને નાગરિકોનું ઓપરેશન રોકાઈ ગયું હતું.

ફસાયેલા લોકો માટે હેલ્પલાઈન અને ઈમેલ આઈડી જાહેર કર્યા

સોમવારે વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે ભારત સરકાર અફઘાનિસ્તાનની સ્થિતિ પર “નજીકથી નજર રાખી રહી છે”. મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં કાબુલમાં પરિસ્થિતિ ઝડપથી બગડી છે. તેમણે ટ્વીટ દ્વારા માહિતી આપી હતી કે મંત્રાલયે અફઘાનિસ્તાનથી ભારત પરત ફરવા અને અન્ય વિનંતીઓ માટે ખાસ અફઘાનિસ્તાન સેલ તૈયાર કર્યો છે. આ સાથે તેણે ઈ-મેલ આઈડી અને ફોન નંબર પણ શેર કર્યો હતો.

The post BREAKING / આખરે જામનગર આવી પહોંચ્યું ભારતીય દૂતાવાસના કર્મચારીઓને લઇને આવેલું વાયુસેનાનું વિમાન, 120 ભારતીયોને લવાયા સુરક્ષિત appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next