Advertisement

સંક્રમણ/ બ્લેક ફંગસના દેશમાં 500 કેસ : આ લોકો માટે સૌથી મોટો ખતરો હોવાનો એઇમ્સ ડિરેક્ટરનો ખુલાસો, સાચવજો નહીં તો મર્યા સમજજો

06:29 PM May 15, 2021 | Pritesh Mehta
Advertisement

GSTV

એઇમ્સ દિલ્હીનાં ડિરેક્ટર, ડો. રણદીપ ગુલેરિયાએ, શનિવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, કોવિડ -19 રોગચાળાની બીજી લહેર દરમિયાન ફેલાઇ રહેલા બ્લેક ફંગસ અથવા મ્યૂકરમાઇકોસિસ સંક્રમણની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી છે.

ડો. ગુલેરિયાએ કહ્યું કે મ્યૂકરમાઇકોસિસ (બ્લેક ફંગસ) નાં જંતુ જમીન, હવા અને ખોરાકમાં પણ જોવા મળે છે. જો કે, તે નબળા હોય છે અને સામાન્ય રીતે ચેપ લગાડતા નથી. તેમણે કહ્યું કે કોવિડ પહેલાં આ સંક્રમણનાં બહુ ઓછા કેસો હતા. પરંતુ હવે કોવિડને કારણે મોટી સંખ્યામાં કેસ નોંધાયા છે.

ડો.રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે હાલમાં આ ફંગલ ઇન્ફેક્શન (મુકારામિકોસિસ) થી પીડિત 23 દર્દીઓની એઈમ્સમાં સારવાર ચાલી રહી છે. તેમાંથી 20 દર્દીઓ હજી પણ કોરોના વાયરસથી સંક્રમિત છે અને બાકીના લોકો આ ચેપમાંથી સાજા થયા છે. તેમણે કહ્યું કે દેશનાં ઘણા રાજ્યોમાં મ્યૂકરમાઇકોસિસનાં 500થી વધુ કેસ નોંધાયા છે.

બ્લેક ફંગસનું સૌથી મોટું કારણ સ્ટીરોઇડ્સ છે

એઇમ્સના ડિરેક્ટરએ જણાવ્યું કે બ્લેક ફંગસ ચહેરા, નાક, આંખ અથવા મગજને અસર કરી શકે છે,  તે દ્રષ્ટીની ક્ષમતાને પણ નબળી બનાવી શકે છે. તે ફેફસામાં પણ ફેલાઇ શકે છે. આની પાછળનું સૌથી મોટું કારણ સ્ટીરોઇડ્સ છે. ડાયાબિટીઝ અને કોરોનાથી પીડાતા અને સ્ટીરોઇડ્સ લેતા લોકોને ચેપ લાગવાની સંભાવના વધારે હોય છે.

હોસ્પિટલોમાં પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે

Advertisement

ડો. ગુલેરિયાએ કહ્યું કે, કોવિડ -19 સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, તેથી સૌથી અગત્યનું છે કે આપણે હોસ્પિટલોમાં સંક્રમણ નિયંત્રણનાં પ્રોટોકોલોનું સંપૂર્ણ પાલન કરવાનું શરૂ કરીએ. ડો. ગુલેરિયાએ કહ્યું કે એવું જોવા મળ્યું છે કે બીજું સંક્રમણ (ફંગલ અને બેક્ટેરિયલ) વધુ મૃત્યુદરનું કારણ બની રહ્યા છે.

ભારતમાં કોરોનાની બીજી લહેરની વચ્ચે વેક્સિનની તંગીએ સરકારની ચિંતા વધારી દીધી છે. અનેક રાજ્યોમાં વેક્સિનની તંગીના કારણે રસીકરણ કાર્યક્રમ બંધ રાખવા પડી રહ્યા છે ત્યારે એઇમ્સના ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું છે કે આશરે બે મહિનામાં દેશમાં મોટી માત્રામાં વેક્સિન ઉપલબ્ધ હશે.

વેક્સિન બનાવનારી કંપનીઓએ પોતાના પ્લાન્ટ ખોલવાનું શરૂ કરી દેશે અને દેશમાં પુરતા પ્રમાણે વેક્સિનના ડોઝ ઉપલબ્ધ હશે. તેમણે બીજા દેશોમાંથી પણ વેક્સિન મંગાવવાની વાત કરી છે. ડો.ગુલેરિયાએ કહ્યું કે વધુમાં વધુ મેન્યુફેંકચરિંગ પ્લાન્ટ દ્વારા કોવિશિલ્ડ, કોવેક્સિન અને સ્પુતનિકની વેક્સિનનું નિર્માણ ભારતમાં જ કરવામાં આવશે. જુલાઇથી ઓગષ્ટ સુધીમાં ભારત પાસે મોટી માત્રામાં વેક્સિન ઉપલબ્ધ હશે

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post સંક્રમણ/ બ્લેક ફંગસના દેશમાં 500 કેસ : આ લોકો માટે સૌથી મોટો ખતરો હોવાનો એઇમ્સ ડિરેક્ટરનો ખુલાસો, સાચવજો નહીં તો મર્યા સમજજો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next