Advertisement

જરૂરિયાત: અમદાવાદમાં ગ્રીનરી વધારવાના પ્રયાસ, સાયન્સ સીટી વિસ્તારમાં તૈયાર કરવામાં આવ્યું ઓક્સિજન પાર્ક

07:31 PM Jun 12, 2021 | Pritesh Mehta
Advertisement

GSTV

કોરોના સમયમાં ઓક્સિજનની આવશ્યકતા સમજાઇ છે. ત્યારે અમદાવાદ શહેરમાં ગ્રીનરીમાં વધારો થાય તેવા પ્રયાસ કરાઇ રહ્યા છે. શહેરમાં સાયન્સસીટી વિસ્તારમા ઓક્સિજન પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં ઓક્સિજનની ઉણપ પુરી કરવા માટે એક જંગલ બનાવવામાં આવ્યું  છે.

સાયન્સસીટી વિસ્તારમા ઉક્તિ તળાવ પાસે  11 હજાર  ચોરસ મીટર એરિયામાં તૈયાર કરવામા આવેલા ઓક્સિજનપાર્કમાં 5 હજાર 500 ચોરસ મીટર જગ્યામાં વૃક્ષો વાવવામાં આવ્યા છે. જાપાનીઝ મીયાવાંકી પધ્ધતિથી જંગલ ઉભુ કરવામાં આવ્યુ છે.

અહી પચ્ચીસ હજારથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે. આ ઓક્સિજનપાર્ક પીપીપી ધોરણે ઉભો કરાયો છે. આ પાર્કમા અલગ અલગ જાતિના ફૂલો અને વૃક્ષો વાવવામાં આવ્યા છે. બાળકો માટે પણ બગીચામાં રમતગમતના અને કસરતના સાધન લગાવવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post જરૂરિયાત: અમદાવાદમાં ગ્રીનરી વધારવાના પ્રયાસ, સાયન્સ સીટી વિસ્તારમાં તૈયાર કરવામાં આવ્યું ઓક્સિજન પાર્ક appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next