Advertisement

અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતા એક યુવકનો મૃતદેહ કડીમાંથી મળ્યો, પોલીસ તપાસમાં ખુલ્યા ચોંકાવનારા ખુલાસા

10:05 PM Jul 21, 2021 | pratik shah
Advertisement

GSTV

અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતા એક યુવકનો મૃતદેહ કડીમાંથી મળ્યો હતો. જેની હત્યાનો ભેદ ઉકેલાયો છે. 18 જુલાઈએ ગુમ નદીમ કુરેશી પોતાની મંગેતરને પહેલા મળ્યો અને બાદમાં તેની હત્યા કરાયેલી હાલતમાં કેનાલમાંથી લાશ મળી આવી હતી. કડી પોલીસે હત્યાના ગુનામાં આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી સરફરાજ મુલ્લાની અમદાવાદ SOG ક્રાઇમે  કડીમાં નોંધાયેલા હત્યાના ગુનામાં ધરપકડ કરી છે.

સરફરાજ મુલ્લાની પુછપરછ કરતા તે ભાંગી પડ્યો

SOG ક્રાઈમે આરોપી સરફરાજ મુલ્લાની પુછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. સરફરાજ મુલ્લા છેલ્લા ઘણા સમયથી નદીમ કુરેશીની મંગેતર સાથે પ્રેમસંબંધમાં હતો. પરંતુ એકાદ વર્ષથી નદીમ કુરેશી સાથે બિલકીશબાનુંની સગાઈ થયાની જાણ થતા પ્રેમસંબંધમાં તકરાર ઉભી થઈ હતી. બાદમાં કાવતરુ રચી નદીમને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ કેસમાં આરોપી સરફરાજનો ભાઈ અને નદીમની મંગેતરની પણ સંડોવણી સામે આવી છે. જેને પગલે પોલીસે તેમની ધરપકડ કરવાની દિશામાં તજવીજ હાથ ધરી છે. 

READ ALSO

The post અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતા એક યુવકનો મૃતદેહ કડીમાંથી મળ્યો, પોલીસ તપાસમાં ખુલ્યા ચોંકાવનારા ખુલાસા appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next