GSTV
ગુજરાતમાં જ્યાં એક તરફ કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે રાજ્યસરકારે અનેક નવા નિયમો લાગુ કરવાની તૈયારીઓ કરી લીધી છે અને ડોક્ટર્સ અને તબીબી સેવાઓ પણ વધારવા માટે એક્શન મોડમાં આવી ગઈ છે. રાજ્યમાં જે રીતે કોરોના કેસ વધુ રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને નવી કોવિડ હોસ્પિટલ ઉભી કરવાની તૈયારીઓ કરી છે તો બીજી તરફ રનિંગ કોરોના હોસ્પિટલ્સમાં કોવિડ બેડ વધારવાની તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. જોકે, આ બધા વચ્ચે અમદાવાદના જુનિયર ડોક્ટર્સ હડતાળ પર ઉતરી જતા સરકારની ઊંઘ હરામ થઇ ગઈ છે.
ગુજરાતમાં કોરોનાના કેર વચ્ચે હવે જુનિયર ડોક્ટરો હડતાળ પર ઉતરતા તંત્રમાં દોડધામ મચી છે. મુખ્યમંત્રી કોરોના વોરિયર્સ સન્માન યોજના હેઠળ માનદ વેતન ન મળતા તબીબોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. સરકારે કોરોના ડ્યુટી વખતે તબીબોને 25 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. પરંતુ સરકારની જાહેરાત બાદ પણ માનદ વેતન ન મળતા હવે ડોક્ટરો મેદાને પડ્યા છે. બી.જે. મેડિકલ કોલેજના એક હજાર જુનિયર ડોક્ટરો હડતાળમાં જોડાતા દર્દીઓની હાલાકી વધી શકે છે.
તબીબોનું કહેવું છે કે તેઓ આ મુદ્દે છેલ્લા એક વર્ષથી રજૂઆત કરતા આવ્યા છે. પરંતુ સરકારે કોઇ જવાબ નથી આપ્યો. અમને અમારા સન્માનની જરૂર છે. આ લડત પૈસાની નહીં પણ સન્માનની છે. આ હડતાળ નથી. અમે કોવિડ કામગીરીથી અળગા રહીશું. જ્યારે કે નોન કોવિડ કામગીરી રાબેતા મુજબ ચાલતી રહેશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- વકરતા કોરોના વચ્ચે જુનિયર ડોક્ટર્સની હડતાળથી હડકંપ, આ માંગો ન સંતોષાતા મેડિકલ સ્ટાફમાં રોષ
- બ્રાઝિલમાં કોરોનાને કારણે અનિયંત્રિત પરિસ્થિતિ, એક દિવસમાં 4000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા, દફન વિધિ માટે જગ્યાની અછત
- ‘પરીક્ષા પે ચર્ચા’માં પીએમ મોદીએ કરી વિદ્યાર્થીઓ સાથે દિલ ખોલીને વાત, પરીક્ષાના ડર પર કહી આ વાત
- અતિ અગત્યનું/ રસી લેવાનું વિચારો છો તો કોરોના રસી લેતા પહેલાં ના કરો આ 10 કામ, ડોક્ટરોએ આપી આ ગંભીર ચેતવણી
- ગુજરાતમાં અહીં લાગુ થઈ શકે છે લોકડાઉન : પોલીસ અને પાલિકાએ એડવાન્સમાં શરૂ કરી આવી તૈયારીઓ, ન જઈ શકશો ન બહાર આવી શકશો
Related Articles
The post વકરતા કોરોના વચ્ચે જુનિયર ડોક્ટર્સની હડતાળથી હડકંપ, આ માંગો ન સંતોષાતા મેડિકલ સ્ટાફમાં રોષ appeared first on GSTV.