Advertisement

દિવાળી સુધરી / ગાંધી રોડના ઇલેક્ટ્રોનિક બજારમાં રોનક, કોરોનાની થપાટ બાદ ગ્રાહકોની ભારે ભીડ

10:40 PM Oct 21, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

અમદાવાદની બજારોમાં હવે દિવાળીની રોનક દેખાવા લાગી છે. ખાસ કરીને અમદાવાદના ગાંધી રોડ સ્થિત ઇલેક્ટ્રોનિક બજારમાં ગ્રાહકોની ખરીદી માટે ભીડ જામે છે. ત્યારે કોરોનાની થપાટ બાદ આ વર્ષે વેપારીઓની સારી ઘરાકીની આશા જીવંત બની છે.

પ્રકાશ પર્વ દિવાળીની ઉજવણીમાં પ્રાચિન દિવડાઓની સાથે હવે અવનવી લાઇટીંગ સિરિઝનો ટ્રેન્ડ વધ્યો છે. અમદાવાદની બજારોમાં લાઇટીંગ માટે અનેક વેરાયટી ઉપલબ્ધ છે. જેમાં ખાસ કરીને ગાંધી રોડ સ્થિત ઇલેક્ટ્રોનિક બજારનો નજારો જ કંઇક અલગ જોવા મળે છે.

ઉત્સવપ્રેમી અમદાવાદીઓ ઉપરાંત બહારના પણ ઘણા લોકો અહીં ખરીદી માટે આવતા હોય છે. અહીં દીવાળી માટે સીરીઝ લેવાની હોય કે પછી ડેકોરેશન માટે અવનવી લાઇટો અહીં અઢળક વેરાયટી જોવા મળે છે. ગત વર્ષે મંદીનો માહોલ હતો પણ આ વર્ષે સારી ઘરાકી જોવા મળી છે. ગાંધીરોડનું 1928થી શરુ થયેલુ આ માર્કેટ આજે અમદાવાદની એક ઓળખ છે. અહીં 1000 થી 1500 જેટલા વેપારીઓ વેપાર કરે છે. જો કે સારી ઘરાકી તો છે. પણ અન્ય માર્કેટની જેમ ઇલેક્ટ્રિક માર્કેટમાં પણ મોંઘવારીનો ફૂંફાડો જોવા મળી રહ્યો છે.

અહીં વિવિધ વસ્તુઓમાં ૩૦ થી ૫૦ ટકા સુધીનો ભાવ વધારો જોવા મળ્યો છે. જો કે ભાવ વધ્યો હોવા છતાં ઘરાકી નીકળી છે જેથી વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. એક સમય હતો જ્યારે દિવાળીના પર્વ પર દીપ પ્રાગ્ટયનું વિશેષ મહત્વ હતું. પરંતુ બદલાતા સમયની સાથે હવે દિવાડાની સાથે સાથે ઈલેકટ્રોનિક લાઇટિંગનું પણ ચલણ વધ્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Advertisement

The post દિવાળી સુધરી / ગાંધી રોડના ઇલેક્ટ્રોનિક બજારમાં રોનક, કોરોનાની થપાટ બાદ ગ્રાહકોની ભારે ભીડ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next