Advertisement

અજીબોગરીબ: જાહેર રસ્તા પર ના સીસીટીવી ચોરતો હતો શખ્સમ આખરે ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો

10:47 PM May 15, 2021 | Pritesh Mehta
Advertisement

GSTV

અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં જાહેર રસ્તા ઉપર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના કંટ્રોલ જંકશન બોક્સની ચોરી કરતા એક આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પકડાયેલા આરોપી હાર્દિક ત્રિવેદી છેલ્લા ઘણા સમયથી વાહનચોરી અને સાદી ચોરીને પણ અંજામ આપી ચૂક્યો છે.

આરોપી હાર્દિક વિરુદ્ધ અગાઉ પણ અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 10થી વધુ ચોરીના ગુનાઓ નોંધાઈ ચુક્યા છે. ત્યારે પોલીસે વધુ પૂછપરછ કરતાં તાજેતરમાં જ હાર્દિકે સતાધાર ચાર રસ્તા નજીકથી સીસીટીવી કેમેરાના કંટ્રોલ જંકશન બોક્સ તોડી ચોરી કરી હતી અને નવરંગપુરા અને પાંજરાપોળ ચાર રસ્તા નજીકના બોક્સની ચોરી ચાલુ મહિને કર્યાનું પોલીસ સમક્ષ કબુલ્યું છે. ઉલ્લેખનીય છે કે આરોપી હાર્દિક અગાઉ વાહનચોરી પણ કરી ચુક્યો છે.

હાલ પોલીસે ચોરીમાં ગયેલ 3 લાખથી વધુનો મુદ્દામાલ અને 2 ચોરીના વાહનો કબ્જે કર્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે ઇંગ્લીશ મીડીયમ બીકોમ સુધી અભ્યાસ કરી ચુકેલા હાર્દિક ત્રિવેદી શા માટે ચોરીના રવાડે ચડયો હતો આર્થિક તંગી કે મોજશોખને પગલી ચોરી કરી પોલીસ ને દોડાવવા ની મિત્રતા હવે તેને ભારે પડશે

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post અજીબોગરીબ: જાહેર રસ્તા પર ના સીસીટીવી ચોરતો હતો શખ્સમ આખરે ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next