Advertisement

અમદાવાદમાં કોરોનાનો ગ્રાફ ઘટ્યો: મે મહિનામાં દર્દીઓની સંખ્યા ઘટી, 24 કલાકમાં આવ્યા આટલા કેસ

10:10 PM May 15, 2021 | Pritesh Mehta
Advertisement

GSTV

કોરોનાનો બીજા સ્ટ્રેનનો ગ્રાફ ઘટ્યો છે. એપ્રિલ મહિનાની સરખામણીએ 6 મે પછી દર્દીઓની દાખલ થવાની સંખ્યા ઘટી છે. 15 એપ્રિલના રોજ સિવિલ હોસ્પિટલમાં 561 દર્દીઓ દાખલ થયા હતા. જેની સરખામણીએ 14 મેના રોજ 271 દર્દીઓ દાખલ થયા છે. જો કે હાલમાં પણ દાખલ દર્દીઓમાં ઓક્સિજન ઘટી જવાનું પ્રમાણ યથાવત છે સાથે એમ્બ્યુલન્સની પણ કતારો બંધ થવાના કારણે દર્દીઓને આસાનીથી દાખલ કરવામાં આવી રહ્યા છે. 6 મે બાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ થવા માટે દર્દીઓનો ધસારો ઓછો થતો જોવા મળ્યો.

કોરોનાના બીજા સ્ટ્રેન બાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં પાંચ હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી.જેમાં 1200 બેડ,કિડની હોસ્પિટલ,કેન્સર હોસ્પિટલ,મંજુશ્રી હોસ્પિટલ અને યુ.એન.મહેતા હોસ્પિટલ એમ કુલ પાંચ હોસ્પિટલમાં હાલ 1650 દર્દીઓ દાખલ છે જેઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 9 હજાર 61 કેસ નોંધાયા છે. તો કુલ 95 લોકોના મોત થયા છે. તો આજદિન સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 9 હજાર 39 દર્દીઓના મોત થયા છે. હાલમાં 791 દર્દીઓની હાલત ગંભીર હોવાથી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. તો હાલમાં સમગ્ર રાજ્યમાં કુલ 1 લાખ 11 હજાર 263 લોકોની સારવાર ચાલી રહી છે. છેલ્લા 24 કલાકમાં કુલ 15 હજાર 76 દર્દીઓ સાજા થયા છે. તો સમગ્ર ગુજરાતમાં આજદિન સુધીમાં કુલ 6 લાખ 24 હજાર 107 દર્દીઓ કોરોનાથી મુક્ત થયા છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડીશનલ સુપ્રિટેન્ડન્ટ ડૉકટર રાકેશ જોષીએ નિવેદન કર્યું હતુ. તેઓએ કહ્યું હતુ કે એપ્રિલ મહિનામાં 300 દર્દીઓ દાખલ થયા હતા. તેની સામે હવે માત્ર 150 દર્દીઓ દાખલ થઈ રહ્યાં છે. આ ઉપરાંત તેમણે ઉમેર્યુ હતુ કે ઓક્સિજન વપરાશમાં પણ આંશિક ઘટાડો જોવા મળ્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Advertisement

The post અમદાવાદમાં કોરોનાનો ગ્રાફ ઘટ્યો: મે મહિનામાં દર્દીઓની સંખ્યા ઘટી, 24 કલાકમાં આવ્યા આટલા કેસ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next