Advertisement

રાજનીતિ / અમદાવાદ BJPમાં વિભીષણની ભૂમિકામાં રહેલા એક હોદ્દેદારની ફરી વખત “સેટ”થવા મથામણ, રિપીટ થશે કે કપાશે તે ચર્ચાનો મુદ્દો

01:57 PM Jul 21, 2021 | Dhruv Brahmbhatt
Advertisement

GSTV

અમદાવાદ શહેર સંગઠનના મુખ્ય હોદ્દેદારોની પસંદગી કરી લેવામાં આવી છે પરંતુ હજી પણ અનેક હોદ્દામાં નેતાઓની નિમણૂંક બાકી છે. ત્યારે શહેર સંગઠનમાં વિભીષણની ભૂમિકામાં રહેલા એક હોદ્દેદાર વધુ એક વખત કોઇ પણ પદ પર ગોઠવવા માટે મથામણ કરી રહ્યાં છે. જેને લઈને ચર્ચાઓ શરૂ થઇ છે કે શું વિભીષણને ફરી વખત સક્રિય કરીને પાર્ટીના જ નેતાઓને છાંટા ઉડાડવા દેવાશે?

અમદાવાદ શહેર સંગઠનના મુખ્ય હોદ્દેદાર એટલે કે પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી અને મંત્રી સહિતના હોદ્દેદારોની નિમણૂંક થઇ ચૂકી છે. હવે આગામી સમયમાં યુવા મોરચો, મહિલા મોરચો, મીડિયા સેલ સહિતના વિભાગોમાં નિમણૂંક પણ આગામી ૧ અઠવાડિયામાં જ કરવામાં આવશે.

થોડાં સમય અગાઉ જ ભીખુ દલસાણીયાને મળીને પોતાની સિફારિશ કરી ચૂક્યાં છે

આથી શહેર સંગઠનમાં વિભીષણની ભૂમિકામાં રહેલા એક હોદ્દેદારને લઈને ચર્ચા ચાલુ થઇ છે. જ્યારથી શહેર સંગઠનના હોદ્દેદારોના પદો પર નિમણૂંક શરૂ થઇ છે ત્યારથી જ એ હોદ્દેદાર નવા સંગઠનમાં “સેટ” થવા માટે મથી રહ્યાં છે. આમ તો ઘણા નેતાઓને રૂબરૂ મળીને રજૂઆત કરી છે કે તેને વધુ એક વખત પદ પર ગોઠવવામાં આવે પરંતુ આ વખતે તેની દાળ ગળે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. થોડાં સમય અગાઉ જ પ્રદેશ સંગઠનના મહામંત્રી ભીખુ દલસાણીયાને મળીને પોતાની સિફારિશ કરી ચૂક્યાં છે.

એ હોદ્દેદારની વિભીષણવૃતિની અનેક ફરિયાદો પણ પ્રદેશ પ્રમુખ સુધી પહોંચી ચૂકી છે

આમ, તો શહેર સંગઠનમાં અત્યાર સુધી શહેરના અને પ્રદેશના કેટલાંક નેતાઓ અને બીજેપીના જ ચોક્કસ સમાજના ધારાસભ્યો અને મંત્રીઓ પર જે છાંટા ઉડ્યા છે તેમાં તેની સીધી ભૂમિકા હતી. આ વાતની જાણ હવે બીજેપીના તમામ નેતાઓને થઇ ચૂકી છે અને એ હોદ્દેદારની વિભીષણવૃતિની અનેક ફરિયાદો પણ પ્રદેશ પ્રમુખ સુધી પહોંચી ચૂકી છે તેમ છતાં પાર્ટીના જ કેટલાંક નેતાઓના તેને છુપા આશિર્વાદ હોવાના કારણે તેની દુકાન ચાલી રહી હતી.

Advertisement

હજી વધુ ૩ વર્ષ માટે તે પોતાની વિભીષણવૃતિ ચલાવી શકે તેના માટે થઈને હજુ તેઓ મથી રહ્યાં છે અને અનેક નેતાઓ પાસે પોતે “સેટ” થઇ જાય તેના માટે પૂરતા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. પરંતુ હવે જોવાનું એ રહ્યું કે પ્રદેશ હોદ્દેદારો વિભીષણની ભૂમિકામાં રહેલા નેતાને ફરી વખત સ્થાન આપે છે કે પાર્ટીની આબરૂના લીરા ઉડાવતા બચાવે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post રાજનીતિ / અમદાવાદ BJPમાં વિભીષણની ભૂમિકામાં રહેલા એક હોદ્દેદારની ફરી વખત “સેટ” થવા મથામણ, રિપીટ થશે કે કપાશે તે ચર્ચાનો મુદ્દો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next