Advertisement

21મી સદીનું નવું રહસ્ય / ક્યુબા પછી ભારતમાં પણ અમેરિકાને નડી રહ્યો છે હવાના સિન્ડ્રોમ? : શું છે આ ભેદી બિમારી?

01:42 PM Sep 21, 2021 | Bansari |
Advertisement

GSTV

કોરોના સહિતની બિમારીઓથી છૂટ્યા નથી ત્યાં નવી મુશ્કેલી અમેરિકા સામે આવી છે. એ મુશ્કેલીનું નામ હવાના સિન્ડ્રોમ છે. હવાના સિન્ડ્રોમ એટલા માટે નામ પડ્યું છે કે આ ભેદી બિમારી સૌથી પહેલા 2015માં ક્યુબાના પાટનગર હવાનામાં જોવા મળી હતી. અમેરિકી જાસૂસી સંસ્થા સીઆઈએ (સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી)ના ડિરેક્ટર વિલિયમ બર્ન્સનું કહેવું છે કે આ મહિને તેઓ ભારત આવ્યા ત્યારે તેમને હવાના સિન્ડ્રોમનો અહેસાસ થયો હતો. અમેરિકી જાસૂસી સંસ્થા સીઆએઈ આખા જગતમાં ડર પેદા કરવા માટે પણ જાણીતી છે. એ સંસ્થા પોતે જ જેનાથી ડરે છે એ હવાના સિન્ડ્રોમ ખરેખર શું છે?

જાણો શું છે આ બિમારી

હકીકત એ છે કે હવાના સિન્ડ્રોમ શું છે, તેનો જવાબ મળ્યો નથી. એટલે અત્યારે અટકળો અને અનુમાનથી કામ ચલાવાય છે. હવાના સિન્ડ્રોમ એક રહસ્યમ બિમારી છે, જેમાં કોઈ આપણા મગજ પર કાબુ મેળવતું હોય એવું લાગ્યા કરે છે. સામાન્ય રીતે ફિલ્મોમાં જોવા મળતી આવી સ્થિતિનો સામનો સીઆઈએના અધિકારીઓ છેલ્લા પાંચેક વર્ષથી કરી રહ્યા છે. હરીફ દેશો આ રીતે મગજ હેક કરીને જાસૂસો પર પ્રભાવ પાડતા હોવાનું નિષ્ણાતો માને છે. અત્યાર સુધી એવુ બનતું હતું કે ક્યુબાથી પરત આવે એવા અધિકારીઓને જ હવાના સિન્ડ્રોમનો અનુભવ થતો હતો. હવે ભારતનું પણ તેમાં નામ આવ્યું છે.

21મી સદીની જાસૂસી કરવાની રીત

વિલિયમ બર્ન્સના મતે તેમની સાથે આ મહિને ભારત આવ્યા હતા એવા એક અધિકારી હવે હવાના સિન્ડ્રોમથી પિડાય છે. એ અધિકારી જોકે કોણ છે તેની જાણકારી આપવામાં આવી નથી. એવુ મનાય છે કે આ 21મી સદીની જાસૂસી કરવાની રીત છે, જેમાં વ્યક્તિના મગજને ટાર્ગેટ કરવામાં આવે છે. તેના કારણે તેને સતત વિચિત્ર અવાજ સંભળાયા કરે છે, એ પછી માથુ દુખવું, બેચેની, તાવ, યાદશક્તિ જતી રહેવી વગેરે સમસ્યાઓ ઉભી થાય છે. એટલે કે જેમ્સ બોન્ડની ફિલ્મોમાં હોય એવી સ્થિતિ વાસ્તવમાં જોવા મળી રહી છે.

હવાના સિન્ડ્રોમ સૌથી પહેલા 2016માં દેખાયો હતો. સૌથી પહેલા કેસ CIA ઑફિસર્સના આવ્યા હતા. જોકે તેને ગુપ્ત રાખવામાં આવ્યા પરંતુ વાત છતી થઈ ગઈ અને ચિંતા વધી ગઈ. 26 લોકો તથા પરિવારે વિવિધ પ્રકારના લક્ષણોની રિપોર્ટ કરી. તે મોટાભાગે એક અવાજ સાથે શરૂ થાય છે જેને શરૂઆતમાં કળવું મુશ્કેલ રહે છે. ‘બઝ્ઝ’ જેવો અવાજ કે પછી ધાતુ અથડાવવાથી થતો અવાજ કે પછી ભૂંડને વીંધતી વખતે થતા અવાજ જેવો (!) અવાજ આવે છે. એક મહિલાને મગજ જકડાઈ જવા જેવું લાગતા તેણે વાત કરી હતી. તેને મગજમાં ગણગણાટ જેવો અવાજ પણ આવતો હતો. જેમને અવાજ નહોતો આવતો તેમને ગરમી અને દબાણ અનુભવાતું હતું. પરંતુ જેમને અવાજ આવતા હતા તેમણે પોતાના કાન ઢાંક્યા તો પણ ફરક ન અનુભવાયો. આ સિન્ડ્રોમનો અનુભવ કરનાર અમુક લોકોને મહિનાઓ સુધી ચક્કર અને થાક જણાયો.

Advertisement

શરૂઆતમાં એવી અટકળો હતી કે ક્યુબા સરકાર અથવા બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવાનો વિરોધ કરતો કટ્ટરપંથી જૂથ આ માટે જવાબદાર હોઈ શકે. આ કટ્ટરપંથી જૂથોએ ધ્વનિ શસ્ત્રો-સાઉન્ડ વેપન્સ તૈયાર કર્યા છે. કેમ કે રાજધાનીમાં મોટી સંખ્યામાં અમેરિકન લોકો આવ્યા હતા અને તેનાથી ક્યુબા સરકાર ગભરાયેલી હતી. માટે ક્યુબાની સિક્યોરિટી સર્વિસ પોતાની પકડ મજબૂત રાખવા માગતી હતી.
દુનિયાભરમાં ચાલતા અન્ય મુદ્દાઓ વચ્ચે આ સિદ્ધાંત ક્યાંક ગૂમ થઈ ગયો, પણ તાજેતરમાં એક નવી શક્યતા સામે આવી છે. જેના મૂળ માત્ર શીત યુદ્ધ પૂરતા જ નહીં, બલ્કે એવી જગ્યાએ છે જ્યાં વિજ્ઞાન, ચિકિત્સા, જાસૂસી અને ભૂ-રાજનીતિ પરસ્પર ટકરાય છે. ઇલિનૉય યૂનિવર્સિટીના પ્રોફેસર જેમ્સ લિનએ હવાના સિન્ડ્રોમના રહસ્યમય અવાજ વિશે પહેલી વાર વાંચ્યુ ત્યારે તેમને શંકા ગઈ કે આના માટે માઇક્રોવેવ જવાબદાર છે. તેમની માન્યતા માત્ર સૈદ્ધાંતિક સંશોધન પર જ નહીં, પરંતુ તેમના પ્રત્યક્ષ અનુભવ પર પણ આધારિત હતો. તેમણે પોતે દાયકાઓ પહેલા આવા અવાજો સાંભળ્યા હતા. હવે આ રહસ્યમાં ભારતનું નામ જોડાતા ભારત માટે પણ તપાસનો નવો વિષય ઉભો થયો છે.

Read Also

The post 21મી સદીનું નવું રહસ્ય / ક્યુબા પછી ભારતમાં પણ અમેરિકાને નડી રહ્યો છે હવાના સિન્ડ્રોમ? : શું છે આ ભેદી બિમારી? appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next