Advertisement

ગૌરવ/ ભાવિના પટેલે સિલ્વર મેડલ જીત્યા બાદ પરિવારમાં છવાઇ ખુશી, વીડિયોમાં જુઓ સુંઢિયા ગામમાં કેવો છે ઉત્સવનો માહોલ

09:13 AM Aug 29, 2021 | Bansari |
Advertisement

GSTV

ટોક્યો પેરા-ઓલિમ્પિકમાં ભાવિના પટેલે સિલ્વર મેડલ જીતી જતા તેના ગામ સુંઢિયામાં ઉત્સવનો માહોલ સર્જાયો છે. ભાવિનાને સિલ્વર મેડલ મળતા પરિવારમાં ખુશીનો પાર નથી. તો ગામની દીકરીએ ટોક્યો પેરા-ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ મળતા પાડોશી સહિત ગ્રામજનોએ ભારે ખુશી વ્યક્ત કરી હતી. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, સિલ્વર મેડલ એ ગોલ્ડ મેડલ બરોબર જ છે. તો ગામ આખું દીકરીને વધાવવા આતૂર બન્યું છે. ફટાકડા ફોડી ભાવિના પટેલનું સ્વાગત-સામૈયું કરવા ગામ આખું આતૂર છે. હાલ સુંઢિયા ગામમાં ઉત્સવ જેવો માહોલ જામ્યો છે. ઠેર-ઠેર ફટાડકડા ફોડી જીતની ખુશીને ગ્રામજનો વધાવી લીધી હતી.

તો ભાવિનાના વતન સૂંઢીયાથી લઇ તેની સાસરી એવા ઘાટલોડિયા વિસ્તારમાં પણ ઉજવણીનો માહોલ છે. વહુ તરીકે આવેલી ભાવિનાને તેની રમતમાં આગળ વધવા તેના સાસરી પક્ષે તમામ બનતી બધી મદદ કરીને સમાજને ઉદાહરણ પણ પુરૂ પાડ્યુ છે. ભાવિનાની તનતોડ મહેનતની સાથે તેના પરિવારને આ મદદે પણ તેની જીતમા આ સફળતામાં મહત્વનો ફાળો આપ્યો છે.

ગુજરાતની ભાવિના પટેલે જીત્યો સિલ્વર, ભારતને અપાવ્યો પ્રથમ મેડલ

જાપાનનાં ટોક્યોમાં ચાલી રહેલી પેરાઓલિમ્પિકમાં મહિલા ટેબલ ટેનિસ ક્લાસ-4ના ફાઈનલમાં ગુજ્જુ ગર્લ ભાવિના પટેલ હારી જતા સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો છે. ફાઈનલ મેચમાં ભાવિનાને ચીનની ખેલાડી ઝોઉ યિંગે સીધા સેટમાં 3-0થી પરાજય આપ્યો હતો. ચીનની ખેલાડીએ પેરા ઓલિમ્પિકમાં ત્રીજીવાર ગોલ્ડ મેડલ જીત્યો છે. અગાઉ ભાવિના પટેલે સેમિફાઈનલમાં ઝાંગ મિયાઓને હરાવીને ફાઈનલમાં એન્ટ્રી મારી હતી. મહેસાણા પાસેના સુંઢિયા ગામની વતની ભાવિના દેશની પ્રથમ ટેબલ ટેનિસ ખેલાડી છે. જે પેરાઓલિમ્પિકની ફાઈનલ સુધી પહોંચી હતી. આ સિવાય પેરાઓલિમ્પિકમાં જ્યોતિ બાલિયાન, રાકેશ કુમાર, વિનોદ કુમાર, નિશાદ કુમાર અને રામપાલે અલગ-અલગ સ્પર્ધામાં પોતાનું બૅસ્ટ પર્ફોમન્સ આપ્યું હતું.

ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતને પ્રથમ મેડલ મળ્યો છે. ટેબલ ટેનિસની ક્લાસ ફોર ઇવેન્ટમાં મહિલા પેડલર ભાવિના પટેલે પોતાની શાનદાર રમતથી ભારતને આ મેડલ અપાવ્યો હતો. ભાવિનાએ આ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતીને ભારતની ‘ચાંદી’કરાવી દીધી.

Advertisement

આશ્ચર્યજનક બાબત એ છે કે ભાવિનાએ પોતાની પ્રથમ પેરાલિમ્પિક્સ ગેમ્સમાં દેશને મેડલ અપાવ્યો છે.ટોક્યો પેરાલિમ્પિક્સના ટેબલ ટેનિસ વિમેન્સ સિંગલ્સ ક્લાસ 4 ની ફાઇનલમાં ભારતની ભાવિના પટેલને ચીનની ઝોઉ યિંગે 3-0થી હરાવી હતી.

મહત્વનું છે કે, ભાવિના પટેલના ગામમાં હાલ ઉત્સવનો માહોલ છે. શનિવારે પીએમ મોદી અને સીએમ વિજય રૂપાણીએ ભાવિનાને શુભકામના પાઠવી હતી.

Read Also

The post ગૌરવ/ ભાવિના પટેલે સિલ્વર મેડલ જીત્યા બાદ પરિવારમાં છવાઇ ખુશી, વીડિયોમાં જુઓ સુંઢિયા ગામમાં કેવો છે ઉત્સવનો માહોલ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next