Advertisement

BIG NEWS: અદાણી ગ્રુપે લુધિયાના લોજિસ્ટિક્સ પાર્કને સંપૂર્ણ રીતે કર્યો બંધ, 7 મહિનાથી ખેડૂતો કરી રહ્યા હતા વિરોધ

06:17 PM Aug 01, 2021 | pratik shah |
Advertisement

GSTV

દેશના મોટા ઔદ્યોગિક ગ્રુપે મહત્વનો નિર્ણય કર્યો છે. અદાણી ગ્રુપે લુધિયાનાના લોજિસ્ટિક્સ પાર્ક બંધ કરવાનો નિર્ણય કર્યો છે. સાત મહિનાથી ચાલી રહેલા ખેડૂતોના ધરણાંને કારણે કિલા રાયપુરના ઈનલેન્ડ કંટેનર ડિપોનું પરિચલાન બંધ કરવામાં આવ્યું હતું. ખેડૂત આંદોલનના કારણે 400 લોકોએ નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો. બીજી તરફ અદાણી ગ્રુપને કરોડો રૂપિયાની ચપત પણ લાગી ગઈ હતી. કોર્ટ પણ કોઈ સમાધાનનો રસ્તો પણ નિકાળી શકી નહી.

કંપનીએ પંજાબ તેમજ હરિયાણા હાઈકોર્ટમાં અરજી પણ દાખલ કરી હતી. પરંતુ કોર્ટના આદેશ છત્તાં રાજ્ય સરકારના અધિકારીઓ ખેડૂતોની નાકાબંધીને હટાવવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહી હતી. અદાણી ગ્રુપે છેવટે થાકી અને હારીને તેને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીનું કહેવું છે કે તેઓ હવે વધુ નુકશાન ભોગવવાની સ્થિતિમાં નથી. તેવે પહેલા પણ ઘણું નુકશાન થઈ ગયું છે.

પંજાબ સરકારને અનેક ફરિયાદો કરવામાં આવી

ખેડૂતની એક ટુકડી આ વર્ષના જાન્યુઆરીથી કિલા રાયપુર લોજિસ્ટીક્સ પાર્કના મુખ્ય દ્વાર પર બેઠા હતા. તેના કારણે લોજિસ્ટિક્સ પાર્કમાં કામ સંપૂર્ણ રીતે બંધ હતું. ધરણા પર બેઠેલા ખેડૂતો લોજિસ્ટિક્સ પાર્કના કર્મચારીઓને પણ અંદર જવા દેતા ન હતા. ધરણા પરથી ખેડૂતોને હટાવવા અંગે મેનેજમેન્ટ દ્વારા પંજાબ સરકારને અનેક ફરિયાદો કરવામાં આવી હતી, પરંતુ કોઈ ફાયદો થયો નથી.

અદાણી ગ્રુપે પંજાબમાં ઔદ્યોગિક માલસામાનની અવરજવરને સરળ બનાવવા માટે કિલા રાયપુરામાં આઈસીડીની શરૂઆત 2017માં કરી હતી. અદાણી જૂથે હાઈકોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં જણાવ્યું છે કે છેલ્લા સાત મહિનામાં કોઈ રાહત ન મળવાને કારણે તે વધુ નુકશાન ભોગવવાની સ્થિતિમાં નથી.

Advertisement

READ ALSO

The post BIG NEWS: અદાણી ગ્રુપે લુધિયાના લોજિસ્ટિક્સ પાર્કને સંપૂર્ણ રીતે કર્યો બંધ, 7 મહિનાથી ખેડૂતો કરી રહ્યા હતા વિરોધ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next