Advertisement

અભિનેત્રી નિકિતા રાવલ સાથે બંદૂકની અણીએ બુકાનીધારીઓ 7 લાખ રૂપિયા લૂંટીને ફરાર થયા, લાગ્યો મોટો આઘાત

12:34 PM Sep 15, 2021 | Bansari |
Advertisement

GSTV

દિલ્હીના શાસ્ત્રી નગર વિસ્તારમાં એક મોટી ઘટના ઘટી ગઈ હતી. શૂટીંગ માટે દિલ્હી પહોંચેલી અભિનેત્રી નિકિતા રાવલની સાથે બંદૂકની અણીએ સાત લાખ રૂપિયાની લૂંટ ચલાવામાં આવી છે. સૌથી હેરાન કરનારી વાત એ છે કે, બુકાનીધારી ગુંડાઓએ નિકિતા રાવલની તેના ઘર પાસે જ લૂંટી લીધી હતી. જે સમયે આ ઘટના બની ત્યારે તે ચાલતા ચાલતા પોતાની આંટીના ઘર બાજૂ જઈ રહી હતી. તે એકલી હતી. આ દુર્ઘટના બાદ નીકિતા જણાવે છે કે, તે હજૂ પણ આ ઘટનાનો જે આંચકો લાગ્યો તેમાંથી બહાર આવી શકી નથી.

નીકિતાને ડર હતો કે, આ ગુંડાઓ ક્યાંક તેની સાથે રેપ ન કરે. એટલા માટે તેણે પોતાની જાતને એક અલમારીમાં બંધ કરી દીધી હતી. હાલમાં પોલીસમાં આ અંગે તેણે ફરિયાદ પણ કરી છે. પોલીસ તપાસ કરી રહી છે. નિકિતા અંગે જણાવે છે કે, હું હજૂ પણ ઘટનામાંથી બહાર આવી શકી નથી. મને વિશ્વાસ નથી આવતો કે હું જીવતી છું. મેં પોતાની જાતને અંદર લોક કરી દીધી છે. જ્યારે આ ઘટના બની ત્યારે હું એકલી હતી. આ ઘટનાથી મને મોટો આઘાત લાગ્યો છે.

READ ALSO

The post અભિનેત્રી નિકિતા રાવલ સાથે બંદૂકની અણીએ બુકાનીધારીઓ 7 લાખ રૂપિયા લૂંટીને ફરાર થયા, લાગ્યો મોટો આઘાત appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next