Advertisement

નેહા શર્માની બહેન આયેશા સાથે એરપોર્ટ પર એવું થયું કે તમે પણ શરમાશો, CISFના જવાનો પર લગાવ્યા ગંભીર આરોપ

01:56 PM Sep 20, 2021 | Harshad Patel |
Advertisement

GSTV

‘સત્યમેવ જયતે’ અને ‘બાબા કી ચૌકી’ ફિલ્મની અભિનેત્રી આયેશા શર્માએ દિલ્હી એરપોર્ટ પર તપાસ દરમિયાન સુરક્ષા એજન્સીઓ પર ગેરવર્તનનો આરોપ લગાવ્યો છે. તેમણે તેમના ટ્વિટર હેન્ડલથી સતત આઠ ટ્વીટ કરીને પોતાની આપવિતી કહી છે.

CISF જવાનોએ કર્યું ગેરવર્તન

આયેશા શર્માએ જણાવ્યું કે, તપાસ દરમિયાન બેગથી ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ અને વાયર નીકળવાને લઈને CISF જવાનોએ મારી સાથે ગેરવર્તન કર્યું હતું. અભિનેત્રીના ટ્વીટ કરતા જ યુઝર્સ પ્રતિક્રિયા આપવા લાગ્યા. આમાંથી અમુકે ટ્વીટ સામે વાંધો ઉઠાવ્યો તો ઘણા ફેન્સે અભિનેત્રીનું સમર્થન પણ કર્યું.

મળતી માહિતી અનુસાર, આયેશા શર્મા GoFlight એરવેઝની ફ્લાઇટ માટે દિલ્હી એરપોર્ટ પહોંચી હતી. આરોપ છે કે તપાસ દરમિયાન બેગમાંથી ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ કાઢવા દરમિયાન સુરક્ષા કર્મચારીઓએ તેની સાથે દલીલ કરી હતી.

સુરક્ષા કર્મચારીઓએ એક્ટ્રેસનો કર્યો પીછો

સુરક્ષા કર્મચારીઓએ તેને બેગમાંથી તમામ સામાન બહાર કાઢીને ફરીથી તપાસ કરાવવા કહ્યું હતું. આરોપ છે કે અડધો ડઝનથી વધુ સુરક્ષા કર્મચારીઓએ ફૂડ કોર્ટ સુધી તેનો પીછો કર્યો હતો અને તેની સાથે ગેરવર્તન પણ કર્યું હતું. તેમણે આ બાબત પર નારાજગી વ્યક્ત કરી છે.

Advertisement

અભિનેત્રીના ટ્વીટનો જવાબ આપતા એરપોર્ટ પ્રશાસને કહ્યું કે, તમને થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ. તમને જણાવી દઈએ કે, આયેશા શર્માની બહેન નેહા શર્મા પણ એક્ટ્રેસ છે. આયેશા મૂળ બિહારના ભાગલપુરની છે. પરંતુ તેમણે તેમનું બાળપણ પોતાના માતા-પિતા સાથે દિલ્હીમાં જ વિતાવ્યું છે.

The post નેહા શર્માની બહેન આયેશા સાથે એરપોર્ટ પર એવું થયું કે તમે પણ શરમાશો, CISFના જવાનો પર લગાવ્યા ગંભીર આરોપ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next