Advertisement

ભિલોડા/ બેંક ઓફ બરોડામાં છેલ્લા નવ માસથી નેટવર્ક કનેક્ટિવિટીના છે ધાંધિયા, ખાતેદારોએ કર્યો વિરોધ

06:52 PM Jan 21, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

અરવલ્લી જિલ્લાના ભિલોડાના ટોરડા ગામે બેંકમાં નેટવર્ક કનેક્ટિવિટીને લઇ ખાતેદારોએ વિરોધ કર્યો. લોકોએ રોષે ભરાઈ બેંકનું શટર બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો. ટોરડા ગામે આવેલી બેંક ઓફ બરોડામાં છેલ્લા નવ માસથી નેટવર્ક કનેક્ટિવિટીને કારણે ખાતેદારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ટોરડા ગામની બેંક ઓફ બરોડાની શાખા આસપાસના 30 જેટલા ગામોના લોકોની આર્થિક કરોડરજ્જુ સમાન છે. આ બેંકમાં 27 હજાર જેટલા સેવિંગ બેંક હોલ્ડર છે. સાથે જ 600 પેન્શનર્સ અને 500 કે.સી.સી હોલ્ડરો નાણાંકીય વ્યવહારથી જોડાયેલા છે. જો કે નેટવર્ક કનેક્ટિવિટી ન હોવાના કારણે નાણાંકીય વ્યવહારોમાં મુશ્કેલીનો વેઠવી પડે છે. ભિલોડા તાલુકામાં આદિવાસી અને ગરીબ લોકો રહે છે. બેંકમાં મોટે ભાગે પરપ્રાંતીઓ ફરજ બજાવે છે. જેના કારણે સ્થાનિકોની ભાષા સમજી શકતા નથી. બેંકમાં સ્થાનિક ભાષા સમજી શકે તેવા કર્મચારીઓને ફરજ પર મુકવાની માંગ કરવામાં આવે છે.

READ ALSO

The post ભિલોડા/ બેંક ઓફ બરોડામાં છેલ્લા નવ માસથી નેટવર્ક કનેક્ટિવિટીના છે ધાંધિયા, ખાતેદારોએ કર્યો વિરોધ appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next